મોરબીની લીલપર ચોકડી પાસેથી પસાર થતી ઇનોવા ગાડીમાં લાગી આગ ટંકારા બીઆરસી ભવન દ્વારા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ ઇન્ક્લુઝન કાર્યક્રમ યોજાયો મોરબી કોર્ટ ચેક રીટર્ન કેસમાં સાદી કેદની સજા તથા ડબલ રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ  મોરબીમાં આવેલા ગાર્ડનોને ડેવલપ કરવા માટેનું કામ જોરશોરથી શરૂ મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ મંજૂર માટે સામાન્ય સભામાં જે ઠરાવ કરાયો તેની આપે કોપી માંગી મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર–સકારાત્મકતા” કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લાના પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત કરાયું: ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ કવિ સંમેલન, વીરરસ અને હાસ્યરસનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ કવિ સંમેલન, વીરરસ અને હાસ્યરસનો કાર્યક્રમ યોજાયો

23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે સમગ્ર દેશની અંદર જુદી જુદી જગ્યાએ જુદી જુદી સંસ્થાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહીદ દિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે અને ખાસ કરીને દેશભક્તિને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ગઈકાલે મોરબીના રવાપર ગામ પાસે આવેલ ન્યુ એરા સ્કૂલ પાસે અગાઉ જ્યાં જાણતા રાજા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું તે રાયગઢ કિલ્લા શિવાજી મહારાજ મહાનાટક મેદાન રવાપર ઘુનડા રોડ ખાતે કવિ સંમેલન, વીરરસ અને હાસ્યરસનું આયોજન માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જેને માણવા માટે થઈને મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા હતા અને આ તકે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થા કે જે દેશભરમાં જાણીતી છે તેમની દીકરીઓ દ્વારા દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કવિ સંમેલન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં હર્ષિદાબેન ત્રિવેદી, દીપકભાઈ ત્રિવેદી, ડો. મુકેશભાઈ જોશી, શૈલેષભાઈ પંડ્યા, દિનેશભાઈ કાનાણી, પારસભાઈ હેમાણી, રાકેશભાઈ હાંસલિયા અને ડો. રામભાઈ વારોતરીયા દ્વારા તેઓની કવિતાઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને આ તકે આગામી સમયમાં મોરબીમાં જાણતા રાજા નાટકનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તેની પણ જાહેરાત કરવામાં આવી હતી






Latest News