મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ ડે વિથ કમિશનર કાર્યક્રમમાં જોડાઈ મોરબીના ધારાસભ્ય-રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીની રફાળેશ્વર ચોકડીએ મારામારીમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત: બનાવ હત્યામાં પલટયો મોરબીના મહેન્દ્રનગર ગામે શનિવારે રાતે હિન્દુ સંમેલનનું આયોજન મોરબીમાં મનપા દ્વારા ખાણીપીણીના ૧૬ વેપારીઓને નોટિસ: વાસી બટર-અખાદ્ય ખોરાકનો કરાયો નાશ મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન મોરબી રવિવારે ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વુમન પાવર એવોર્ડ  સમારોહ યોજાશે મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની સેવાકીય કામ સાથે ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વોકિંગમાં નીકળેલા યુવાનને એકટીવા ચાલકે હડફેટે લેતા ડાબા પગમાં ફેક્ચર, ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરમાં વોકિંગમાં નીકળેલા યુવાનને એકટીવા ચાલકે હડફેટે લેતા ડાબા પગમાં ફેક્ચર, ગુનો નોંધાયો

વાંકાનેરના રાતીદેવળીમાં રહેતો યુવાનો વોકિંગ કરવા માટે થઈને જડેશ્વર રોડ ઉપર નદીના પુલ પાસેથી આગળ જઈ રહ્યો હતો દરમિયાન એકટીવા ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવાનને ડાબા પગમાં ફ્રેકચર જેવી ઇજા થયેલ છે અને અકસ્માત બાદ એકટીવા ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર નજીક આવેલ રાતીદેવળી ખાતે રહેતા દિનેશભાઈ નાગજીભાઈ ભદ્રેસાણીયા (45) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એક્ટીવા નંબર જીજે 36 એબી 0406 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે તે રાતીદેવળીથી જડેશ્વર રોડ ઉપર પગપાળા ઘરેથી ચાલીને વોકિંગ માટે નીકળ્યો હતો દરમિયાન જડેશ્વર રોડ ઉપર પુલ પાસે એકટીવા ચાલકે તેને હડકટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદી યુવાનને ડાબા પગમાં ફેક્ચર જેવી ઈજા થઈ હતી અને અકસ્માત બાદ એક્ટીવા ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ભારત નગર પાસે હોટલના સંચાલક સામે કાર્યવાહી

તાજેતરમાં જિલ્લા કલેકટર દ્વારા હોટલમાં આવતા ગ્રાહકોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવા માટે થઈને જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું પરંતુ તેની ઘણી જગ્યાએ અમલવારી થતી ન હોય તેવું જોવા મળતું હોય છે દરમિયાન મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રાધેશ્યામ પ્લાઝા ની બાજુમાં ભરતનગર પાસે અન્નપૂર્ણા કાઠીયાવાડી હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ માં ચેક કરતા ત્યાં આવતા ગ્રાહકોની પથિક સોફ્ટવેરનો યોગ્ય ઉપયોગ કરીને રજીસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હતી જેથી હોટલના સંચાલક પુર્નબહાદુર કમાનસિંગ સાઉદ (22) રહે. હાલ અન્નપૂર્ણા કાઠીયાવાડી હોટલ મોરબી મૂળ રહે કર્ણાટક વાળા ની સામે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News