મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામગઢ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 9.58 લાખના મુદામાલ સાથે પકડાયા: વાડીના માલિકની શોધખોળ


SHARE









હળવદના ઘનશ્યામગઢ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 9.58 લાખના મુદામાલ સાથે પકડાયા: વાડીના માલિકની શોધખોળ

હળવદના ઘનશ્યામગઢ ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 7,58,500 ની રોકડ તથા એક કાર મળીને કુલ 9,58,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વાડીનો માલિક હાજર ન હોવાથી તેના સહિત કુલ 10 શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં બચુભાઈ જીવરાજભાઈ સંઘાણીની વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા દિલીપભાઈ ઉર્ફે અમુ કરસનભાઈ વામજા (34) રહે. રણમલપુર, શંકરભાઈ બેચરભાઈ લોરીયા (28) રહે. નવા ઘનશ્યામગઢ, નિતેશભાઇ રતિલાલભાઇ આદ્રોજા (45) રહે. ફ્લેટ નં- 8 બ્લોક નં-6 નંદની એપાર્ટમેન્ટ સોમનાથ સોસાયટી મહેન્દ્રનગર, ક્રિપાલસિંહ બટુકસિંહ ઝાલા (37) રહે. જીવા તાલુકો ધાંગધ્રા, કેશુભાઈ બાબુભાઈ થળોદા (34) રહે. રણમલપુર, મુકેશભાઈ ગોરધનભાઈ કૈલા (46) રહે. નવા ઘનશ્યામગઢ, રણજીતભાઈ ગગજીભાઈ ચૌહાણ (44) રહે. કોંઢ ગામ, સુરુભા હનુભા ચૌહાણ (40) રહે. કોંઢ ગામ, અને હરેશભાઈ અગરસંગભાઈ પરમાર (40) રહે. સરા તાલુકો મુળી વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 7,58,500 ની રોકડ કબજે કરી હતી તથા બે લાખ રૂપિયાની કિંમતની કાર નંબર જીજે 36 આર 8893 આમ કુલ મળીને 9,58,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર વાડીના માલિક હાજર ન હોય બચુભાઈ જીવરાજભાઈ સંઘાણી સહિત કુલ 10 શખ્સોની સામે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને પોલીસે વાડીના માલિકને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.




Latest News