મોરબી ઉમા વિદ્યા સંકુલમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો
મોરબી જીલ્લામાં આવતી વિધાનસભા બેઠકની ત્રણ બેઠકના યૂથ કોંગ્રેસનાં પ્રમુખ જાહેર: ચોમેરથી આવકાર
SHARE
મોરબી જીલ્લામાં આવતી વિધાનસભા બેઠકની ત્રણ બેઠકના યૂથ કોંગ્રેસનાં પ્રમુખ જાહેર: ચોમેરથી આવકાર
મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખની જેમ જ મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકોના પ્રમુખની વરણી માટે પણ ચૂંટણી યોજાઈ હતી અને જેમાં વાંકાનેર બેઠક બિનહરીફ હતી જોકે મોરબી અને ટંકારા બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી અને તેમાં વિજેતાઓના નામ જાહેર કરવામાં આવે છે
રાજ્યના તમામ જિલ્લાની અંદર યુથ કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો માટે થઈને ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં યુવાનો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે જે રીતે અલ્પેશભાઈ કોઠીયા વિજેતા બન્યા છે તેવી જ રીતે મોરબી જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભા બેઠક જેમાં મોરબી માળિયા, વાંકાનેર કુવાડવા અને ટંકારા પડધરી બેઠકના પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાઇ હતી જોકે વાંકાનેર બેઠક બિનહરીફ હોય ત્યાં પ્રમુખ તરીકે આબિદ ગઢવાલાની વરણી કરવામાં આવે છે
જો કે, મોરબી-માળિયા અને ટંકારા વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી જેમાં મોરબી માળીયા બેઠક ઉપર સંદીપભાઈ કાલરીયા વિજેતા બનેલા છે તેવી જ રીતે ટંકારા બેઠક ઉપર રવિભાઈ તળપદા વિજેતા બન્યા છે તેવું મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઇ કોઠીયાએ જણાવ્યુ છે અને તેઓએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાની અંદર કોંગ્રેસ આગામી દિવસોમાં વધુ મજબૂત બને તે માટે યુવાનોની ટીમ દ્વારા અત્યારથી જ કામ શરૂ કરી દેવામાં આવશે અને લોકોના પ્રશ્નોને વાંચા આપવામાં આવશે