મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદમાં દારૂની બે રેડ: 175 બોટલ દારૂ-72 બીયરના ટીન સાથે બે શખ્સ પકડાયા


SHARE









હળવદમાં દારૂની બે રેડ: 175 બોટલ દારૂ-72 બીયરના ટીન સાથે બે શખ્સ પકડાયા

હળવદમાં બસ સ્ટેશન પાછળ રહેતા શખ્સનાં ઘરે દારૂ બિયરનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી 165 બોટલો તથા 72 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 44,756 રૂપિયાની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા ગીરીશભાઈ જગદીશભાઈ પરમારના રહેણાંક મકાનમાં દારૂ બિયરનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 32 અને નાની 133 બોટલો મળી આવતા પોલીસે 165 બોટલ દારૂ તથા બિયરના 72 ટીન કબ્જે કર્યા હતા અને કુલ મળીને 44,756 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોવાથી હાલમાં ગીરીશભાઈ જગદીશભાઈ પરમાર રહે. બસ સ્ટેશન પાછળ હળવદ વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે દારૂની બીજી રેડ હળવદ તાલુકાના વેગડવાવ રોડ ઉપર નવા માલણીયા ગામના પાટીયા પાસે કરે હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની 10 બોટલો મળી આવી હતી જેથી 1000 રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે પોલીસે શૈલેષભાઈ કરસનભાઈ કંઝારીયા (25) રહે. નવા માલણીયા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરીને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

મોરબી ખાટકીવાસ ચોકમા વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યારે જુગારની રેડ કરી હતી ત્યારે આંકડા લેતા નદીમભાઇ અબુભાઇ સેતા (45) રહે, ખાટકીવાસ ફૂલગલી મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 520 રોકડા કબ્જે કરેલ છે અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ હતી.




Latest News