મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના યુવાનને જીભનું કેન્સર હોય ઑક્સીજન લેવલ ઘટી જતાં સારવારમાં મોત: સરાયા નજીક કારખાનના ક્વાર્ટરમાં ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત


SHARE







વાંકાનેરના યુવાનને જીભનું કેન્સર હોય ઑક્સીજન લેવલ ઘટી જતાં સારવારમાં મોત: સરાયા નજીક કારખાનના ક્વાર્ટરમાં ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનને જીભનું કેન્સર હોય બીમારી સબબ તેને ઓક્સિજનનું લેવલ ઘટી ગયું હતું જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ મંગાભાઈ રાતોજા (37)ને જીભનું કેન્સર હોય બીમારી સબ તેને ઓક્સિજનનું લેવલ ઓછું થઈ ગયું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ રી છે.

યુવાનનું મોત

ટંકારા તાલુકાના સરાયા ગામની સીમમાં આવેલ સ્લોગન કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી રાહુલ રમેશભાઈ રાજર (27) નામનો યુવાન ગત તા. 11/ના બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં કંપનીના લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળે ઉપરથી નીચે ટકાતા તેને માથામાં તથા શરીરે ગંભીર જાઓ થયેલ હતી જેથી તે યુવાનને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કેરાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News