મોરબીના શોભેશ્વર રોડે વાણીયા સોસાયટીના મકાનમાંથી 18 બોટલ દારૂ સાથે એકની ધરપકડ
SHARE









મોરબીના શોભેશ્વર રોડે વાણીયા સોસાયટીના મકાનમાંથી 18 બોટલ દારૂ સાથે એકની ધરપકડ
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વાણીયા સોસાયટીમાં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 18 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 10,310 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના શોભેસર રોડ ઉપર આવેલ વાણીયા સોસાયટીમાં રહેતા કાળુભાઈ સીતાપરાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 18 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 10,310 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી કાળુભાઈ ગોરધનભાઈ સીતાપરા (60) રહે. શોભેશ્વર રોડ વાણીયા સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવાન સારવારમાં
ટંકારા તાલુકાના અમરાપર ગામે રહેતા ગુલામકાસમ અબ્દુલભાઈ બાદી (43) નામનો યુવાન ગામમાં દરગાહ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને તે બનાવમાં યુવાનને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
