મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદમાં લઘુશંકા કરવા ધાબા ઉપરથી નીચે જઈ રહેલ યુવાન પગથિયું ભૂલી જતાં નીચે પટકાવાથી મોત


SHARE









હળવદમાં લઘુશંકા કરવા ધાબા ઉપરથી નીચે જઈ રહેલ યુવાન પગથિયું ભૂલી જતાં નીચે પટકાવાથી મોત

હળવદમાં આવેલ કુંભાર દરવાજા પાસે કરાચી કોલોની રઘુવંશી એપાર્ટમેન્ટમાં રાત્રિ દરમિયાન લઘુશંકા કરવા માટે યુવાન ઉઠ્યો હતો અને તે યુવાન સીડીમાં પગથિયું ભૂલી જતા ધાબા ઉપરથી નીચે પટકાયો હતો જેથી તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી અને તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા પાસે આવેલ તગડી ગામના રહેવાસી અને હાલમાં હળવદમાં આવેલ કુંભાર દરવાજા પાસે કરાચી કોલોની રઘુવંશી એપાર્ટમેન્ટ ખાતે રહેતા નાગરભાઈ હનુભાઈ કોગતિયા (47) નામનો યુવાન રાત્રિના સમયે ધાબા ઉપર સૂતો હતો અને ત્યાંથી તે લઘુશંકા કરવા માટે થઈને ઊભો થઇને જતો હતો ત્યારે સીડીનું પગથિયાં ભૂલી જતા ધાબા ઉપરથી તે નીચે પટકાયો હતો જેથી તેને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતો અને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની જસમતભાઈ જગમાલભાઇ કુનપરા (45) રહે. હાલ કરાચી કોલોની રઘુવંશી એપાર્ટમેન્ટ કુંભાર દરવાજા પાસે હળવદ મૂળ રહે. તગડી ગામ તાલુકો ધંધુકા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News