મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદ ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો; સગર્ભા મહિલાઓને માર્ગદર્શન અપાયું


SHARE









હળવદ ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો; સગર્ભા મહિલાઓને માર્ગદર્શન અપાયું

અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનાર બાળકના ગુણોને પાયામાંથી શીખ આપવી. આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે. તેમાનો એક સંસ્કાર એટલે ‘ગર્ભ સંસ્કાર’.ત્યારે મોરબી જિલ્લાના હળવદ ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.સી. ભટ્ટના અધ્યક્ષસ્થાને હળવદ ઘટક દ્વારા હળવદમાં વૈજનાથ મહાદેવ મંદીર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અનુસંધાને સર્વ ધર્મના ૪૦ સગર્ભા બહેનોને સંસ્કારી બાળક માટે ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા ગર્ભ સંસ્કાર વિધિ કરાવવામાં આવી હતી. ઉપરાંત સગર્ભા બહેનોને પોષણ માટે દાતાશ્રીઓ દ્વારા ખજૂર તથા લીલા નાળિયેરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન એચ.ઉપાધ્યાય, તાલુકા વિકાસ અધિકારી પરેશભાઈ ગૌસ્વામી, ચેરમેન મહિલા અને બાળ વિકાસના પ્રતિનિઘિ રવજીભાઇ પરમાર, ગુજરાત મહિલા ઉપાધ્યક્ષ ઉર્વશીબેન પંડયા, સુપરવાઈઝર મમતાબેન રાવલ, પ્રોગ્રામના દાતા નિવૃત આંકડા મદદનીશ એ.એમ. સંઘાણી, પાટિયા ગ્રુપ હળવદ, વિદ્યાબેન બળવંતભાઈ જોશી, ડિસ્ટ્રિક્ટ બ્લોક કો.ઓર્ડીનેટર NNM અશોકભાઈ તથા હળવદ આઈ.સી.ડી.એસ.ના સ્ટાફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
 
------------------------------------------------------------------
From :
JIGNESH BHATT (Press Reporter)
Sanj Samachar
MORBI.
Mo. 94277 21546



Latest News