ડૉક્યુમેન્ટ આપતા પહેલા સાવધાન: મોરબીમાં ઇંસ્ટંટ લોનના નામે બે વેપારી સાથે છેતરપિંડી કરનાર પકડાયો મોરબી જૈન સંઘના આંગણે ઐતિહાસિક આનંદોત્સવની ઉજવણી કરવામાં આવી મોરબીમાં ફ્રેન્ડ્સ ગૃપ દ્વારા ઓપન મોરબી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ મોરબીમાં ગેરકાયદે ફેલ્સપાર ખનીજનો જથ્થો રાખીને વેચાણ કરતી બે પેઢીને 2.63 કરોડથી વધુનો દંડ મોરબીની મયુર હોસ્પિટલ ખાતે સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા કાર્યરત કરાયેલ ડાયાલિસિસ સેન્ટર રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ખુલ્લુ મૂક્યું મોરબીના અંદરણા ગામ પાસે રેઢી પડેલી કારમાંથી દારૂની 960 બોટલ ઝડપાઈ: 3.76 લાખનો મુદ્દામાલ કબજે મોરબીમાં રહેતી હળવદની યુવતી ઉપર બે સંતાનોના પિતા દ્વારા દુષ્કર્મ, આરોપીની ધરપકડ માળીયા મીયાણાના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના 13 છતરની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની તમામ મામલતદાર કચેરી જિલ્લા પુરવઠા કચેરી ખાતે ૩૦ એપ્રિલ સુધી જાહેર રજાઓમાં પણ રેશનકાર્ડનું e-KYC કરાવી શકાશે


SHARE











મોરબી જિલ્લાની તમામ મામલતદાર કચેરી & જિલ્લા પુરવઠા કચેરી ખાતે ૩૦ એપ્રિલ સુધી જાહેર રજાઓમાં પણ રેશનકાર્ડનું e-KYC કરાવી શકાશે

રેશનકાર્ડ કાર્યરત રાખવા તથા અન્ય સરકારી લાભ માટે ૩૦ એપ્રિલ-૨૦૨૫ સુધીમાં તમામ સભ્યોનું e-KYC કરાવવું ફરજીયાત

કેન્દ્ર સરકાર દ્વારા ૩૦ એપ્રિલ-૨૦૨૫ બાદ રેશનકાર્ડના લાભો કાર્યરત રાખવા e-KYC ફરજીયાત કરવામાં આવ્યુ છે જે તમામ કેટેગરીના રેશનકાર્ડ ઘારકોને લાગુ ૫ડશે. ભારત સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૧૦૦% e-KYC પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે. જો સમયમર્યાદા e-KYC પૂર્ણ નહી થાય તો સબસડી હોલ્ડ થઇ શકે છે તેમજ સરકારના અન્ય લાભો માટે ૫ણ e-KYC આવશ્યક છે.

આથી રેશનકાર્ડ ધારકો હવે સરળતાથી ઘરે બેઠાં 'MY RATION' મોબાઈલ એપ્લિકેશન થકી e- KYC કરી શકે છે. તાલુકા કક્ષાએ મામલતદાર-ઝોનલ કચેરીમાં, ગ્રામીણ સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં V.C.E, Post Office તથા વાજબી ભાવના દુકાનદાર પાસેથી e- KYC કરી શકાય છે. ઉપરાંત નજીકના વ્યાબી ભાવના દુકાનદાર મારફતે 'PDS+' મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ‘આધાર' આધારિત 'ફેસ ઓથેન્ટિકેશન' દ્વારા આમ બે રીતે e-KYC કરાવી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રેશનકાર્ડ ધારકે e- KYC કરાવવા રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર તેમજ  આધાર નંબરની માત્ર વિગતો આપવાથી જ e- KYCની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. જ્યારે, વિવિધ વ્યક્તિગત પુરાવાની નકલો-ઝેરોક્ષ કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂર નથી. ઉપરાંત રેશનકાર્ડ લાભાર્થી પોતે ઘરે બેઠાં e-KYC કરી શકે છે અથવા સરકાર હસ્તક કાર્યરત ઈ-ગ્રામ કેન્દ્ર, મામલતદાર અને ઝોનલ કચેરીથી કરાવી શકે છે. જે રેશનકાર્ડ ઘારકોના ખોટા આઘાર સીડીંગ થયેલ છે તેઓ નજીકના વ્યાજબી ભાવના દુકાનદાર તથા મામલતદાર ઓફિસ પર જઇ PDS+ એપ્લીકેશન દ્વારા સાચા આધાર અપડેટ કરી e-KYC અંગેની પ્રક્રિયા કરાવી શકશે.
 

મોરબી જિલ્લાની તમામ મામલતદાર કચેરી તેમજ જિલ્લા પુરવઠા કચેરી ખાતે તા.૩૦-૪-૨૫ સુઘીની તમામ જાહેર રજામાં e-KYC માટેની કામગીરી શરૂ રહેશે. જેથી જાહેર જનતાને કોઈપણ ખાનગી માહિતી અન્ય વ્યક્તિને આપવી નહી તેની ખાસ તકેદારી રાખવા તેમજ e-KYC કરાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.વી

-------------------------------------------------
--
From :
Himanshu Bhatt (Press Reporter)
Sanj Samachar
MORBI.
Mo. 96620 38298






Latest News