મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ગંભીર ઇજા પામેલ યુવાનનું મોત


SHARE







વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ગંભીર ઇજા પામેલ યુવાનનું મોત

વાંકાનેરના ઢુવા માટે રોડ ઉપર અમરધામ પાસે આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન માટી ખાતામાં કામ કરતા શ્રમિકનો કન્વેયર બેલ્ટમાં હાથ આવી ગયો હતો જેથી તેને બંને હાથ તથા માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા માટે રોડ ઉપર અમરધામ પાસે આવેલ સનસાઈન સેરા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિજયભાઈ કાળુભાઈ મેડા (19) નામનો યુવાન કારખાનામાં આવેલ માટી ખાતામાં કામગીરી કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણે અકસ્માતે કન્વેયર બેલ્ટમાં તેનો હાથ આવી ગયો હતો ત્યારબાદ બંને હાથ અને માથાના ભાગે તે યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ હાથ ધરી છે

બીમારી સબબ મોત

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામ પાસે આવેલ બીએસ પોલીપેક નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા છોટુભાઈ કમલસિંહ કુશવાહ (22) નામના યુવાનનું કોઈ બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

યુવતી સારવારમાં

મોરબી તાલુકાના લાલપર ગામે ઘર પાસે પુષ્ટિ આનંદીલાલ ખરડિયા (20) નામની યુવતીના માથા ઉપર દરવાજો પડ્યો હતો. જેથી તેને માથામાં ઇજા થહોવાથી પ્રાથમિક સારવાર મોરબી સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News