મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે વાડીના કૂવામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE









હળવદના નવા માલણીયાદ ગામે વાડીના કૂવામાં ડૂબી જવાથી યુવાનનું મોત

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતો યુવાન તેની વાડીમાં આવેલ પાણીના કૂવામાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજનો દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના નવા માલણીયા ગામે રહેતા કૌશિકભાઈ હિંમતભાઈ ડાબી (20) નામનો યુવાન માલણીયાદ ગામની સીમમાં તેની વાડીએ પાણી ભરેલા કુવા પાસે હતો ત્યારે કોઈ કારણોસર તે કૂવામાં પડી જતા તે યુવાનનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હસમુખભાઈ અંબારામભાઈ ડાબી (50) રહે. નવા માલણીયાદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ રામદેવપીરના ઢોરા પાસે રહેતા પાયલબેન કિશનભાઇ વાઘેલા (25) નામની મહિલાને તેના પતિએ માર મારતા ઈજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News