મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના ખોડ ગામે ઘરે પાણી ભરવા બાબતે યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો: મારી નાખવાની ધમકી


SHARE









હળવદના ખોડ ગામે ઘરે પાણી ભરવા બાબતે યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો: મારી નાખવાની ધમકી

હળવદના ખોડ ગામે ઘરે પાણી ભરવાની યુવાનના ભાઈએ ના પાડી હતી તે બાબતનો ખાર રાખીને યુવાનને ગાળો આપીને તેના ઉપર ચાર શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો અને માથામાં માર મારીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા રાજેશભાઈ કરસનભાઈ મારુ (24) એ હાલમાં હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ભુરાભાઈ માંડણભાઈ રબારી, ભરતભાઈ માંડણભાઈ રબારી, સગરામભાઇ માંડણભાઈ રબારી અને ધારાભાઈ માંડણભાઈ રબારીની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી ધારાભાઈ રબારીના પત્ની ફરિયાદીના ઘરે પાણી ભરવા માટે થઈને આવ્યા હતા ત્યારે ફરિયાદીના ભાઈ ભરતભાઈએ તેઓને પાણી ભરવાની ના પાડેલ હતી જે બાબતનો ખાર રાખીને ચારેય આરોપીઓએ લાકડી લઈને ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને પાણી ભરવા બાબતે બોલાચાલી કરી હતી અને ફરિયાદી યુવાનને ગાળો આપી હતી જેથી ફરિયાદી તથા સાહેદે આરોપીઓને સમજાવવા જતા ભુરાભાઈ રબારીએ તેના ઉપર લાકડી વડે હુમલો કરીને ફરિયાદી યુવાનને માથાના લાકડી મારને ઇજા કરેલ હતી અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગાર

મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેશન પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ચંદુભાઈ છગનભાઈ વાઘેલા (38) રહે. સનાળા મોરબી વાળા જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે 650 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.




Latest News