મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક નિયમિત પાણી વિતરણ-રસ્તાના ખાડા બુરવા સહિતના પ્રશ્નો ગુંજીયા


SHARE









મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક નિયમિત પાણી વિતરણ-રસ્તાના ખાડા બુરવા સહિતના પ્રશ્નો ગુંજીયા

મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષસ્થાતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખ હાજર રહ્યા હતા. અને ખાસ કરીને નિયમિત પાણી વિતરના અને રસ્તાના ખાડા બુરવામાં આવે તે સહિતના કામોને પ્રાધાન્ય આપવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે.

મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના તમામ ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં નિયમિત પાણી વિતરણ કરવામાં આવે તથા ચોમાસા પૂર્વે રસ્તાઓ પરના ખાડા બુરી પેચવર્ક કરવામાં આવે તે સહિતના મુદ્દે પ્રજાલક્ષી અભિગમ દાખવી કામગીરી કરવા વિવિધ વિભાગોને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા સંકલન સમિતિના વિવિધ પત્રકો તથા સ્વાગત પોર્ટલ અને પી.જી. પોર્ટલ પરની પેન્ડિંગ અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબીબ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ડીડીઓ જે.એસ.પ્રજાપતિ સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા.




Latest News