મોરબીમાં રિનોવેશન કરવામાં આવેલ રજવાડાના સમયના રેલ્વે સ્ટેશનનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ કર્યું લોકાર્પણ મોરબીના ઘુંટુ ગામેથી સગીરાનુ અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપી પકડાયો મોરબીમાં શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા સિંદૂર રેલી મોરબીમાં રહેતા બે વૃદ્ધ સાથે પેકેજ ટુર એર ટિકિટ બુકિંગના નામે 7.71 લાખની છેતરપીંડીના ગુનામાં એકની ધરપકડ હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનના લગ્ન ન થતા હોય એકલવાયા જીવનથી કંટાળીને આપઘાત કર્યો મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત વાંકાનેરના ઢુવા નજીક ઓવરબ્રીજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં યુવાનનું મોત મોરબી : પાણીના ટાંકામાં પડી જતા સાત વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના કાછીયાગાળા ગામે વીજળી પડવાથી ભેંસનું મોત થતાં માલધારીને સરકારી સહાય ચુકવાઈ


SHARE



















વાંકાનેરના કાછીયાગાળા ગામે વીજળી પડવાથી ભેંસનું મોત થતાં માલધારીને સરકારી સહાય ચુકવાઈ

વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગામ ખાતે નવ દિવસ પહેલા વીજળી પડવાથી એક ભેંસનું મૃત્યુ થયું હતું, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પંચાયત દ્વારા મૃતક પશુના માલિકને સરકારી ધારા ધોરણ મુજબ રૂપિયા વીસ હજારની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ઉલેખનીય છે કે, કાછિયાગાળા ગામે ગત તા. 7/5 ના રોજ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે આકાશી વીજળી પડવાથી માલધારી ગોપાલભાઈ મૈયાભાઈ પરમારની એક ભેંસનું મોત નીપજયું હતું જેથી તાલુકા પંચાયત દ્વારા સરકારી ધારાધોરણ મુજબ ૨૨૪૫ (કુદરતી આફતો) રૂપિયા 20 હજારની સહાયનો ચેક નવ દિવસમાં જ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા તાલુકા પંચાયત ખાતે ગોપાલભાઈ મૈયાભાઈ પરમારને અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારે તાલુકા ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ સોલંકી અને તાલુકા પંચાયત સ્ટાફ હાજર રહ્યા હતા.






Latest News