મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના કાછીયાગાળા ગામે વીજળી પડવાથી ભેંસનું મોત થતાં માલધારીને સરકારી સહાય ચુકવાઈ


SHARE













વાંકાનેરના કાછીયાગાળા ગામે વીજળી પડવાથી ભેંસનું મોત થતાં માલધારીને સરકારી સહાય ચુકવાઈ

વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગામ ખાતે નવ દિવસ પહેલા વીજળી પડવાથી એક ભેંસનું મૃત્યુ થયું હતું, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પંચાયત દ્વારા મૃતક પશુના માલિકને સરકારી ધારા ધોરણ મુજબ રૂપિયા વીસ હજારની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ઉલેખનીય છે કે, કાછિયાગાળા ગામે ગત તા. 7/5 ના રોજ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે આકાશી વીજળી પડવાથી માલધારી ગોપાલભાઈ મૈયાભાઈ પરમારની એક ભેંસનું મોત નીપજયું હતું જેથી તાલુકા પંચાયત દ્વારા સરકારી ધારાધોરણ મુજબ ૨૨૪૫ (કુદરતી આફતો) રૂપિયા 20 હજારની સહાયનો ચેક નવ દિવસમાં જ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા તાલુકા પંચાયત ખાતે ગોપાલભાઈ મૈયાભાઈ પરમારને અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારે તાલુકા ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ સોલંકી અને તાલુકા પંચાયત સ્ટાફ હાજર રહ્યા હતા.






Latest News