અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના ડીડીઓએ બાંધકામ મંજુરીને લગતા જે પરિપત્રો કર્યા તે રદ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની રજૂઆત


SHARE







મોરબીના ડીડીઓએ બાંધકામ મંજુરીને લગતા જે પરિપત્રો કર્યા તે રદ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની રજૂઆત

મોરબી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા બાંધકામની મંજુરીને લગતા જે પરિપત્રો છેલ્લા સમયમાં કરવામાં આવેલ છે તેના લીધે નાના મકાન ધારકો, નાના ઓદ્યોગીક એકમોને ખલેલ પહોંચે છે જેથી કરીને આ પરિપત્રોને રદ કરવા માટે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ હાલમાં બચુભાઈ ખાબડને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા છેલ્લા સમયમાં ત્રણ પરિપત્ર બાંધકામ મંજુરીને લઈને કરવામાં આવેલ છે. જેમાં બાંધકામની મંજુરી માટે તાલુકા પંચાયત કચેરી ખાતે જરૂરી આધાર પુરાવાઓ રજુ કરી તાલુકા પંચાયતનો અભિપ્રાય મેળવવાનો રહેશે., ગુજરાત પંચાયત અધિનિયમ ૧૧૯૩ ની કલમ ૧૦૪ મુજબ બાંધકામ મંજુરી માટે ગ્રામ પંચાયતને અધિકાર છે એટલે કે, ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં બાંધકામની મંજુરી લેવાની હોય છે. પરંતુ બાંધકામની મંજુરીમાં તાલુકા પંચાયતનો કોઈ રોલ હોતો નથી, તેમ છતાં બાંધકામની મંજુરીમાં કોઈને વાંધો-તકરાર હોય તો જિલ્લા પંચાયતને અપીલ કરવાની હોય છે. માટે બાંધકામ મંજુરીમાં સચિવ તરીકે તલાટી કમ મંત્રીની સહિ ની જરૂર રહેતી નથી. આ પરિપત્રોને કારણે નાના મકાન ધારકો, નાના ઓદ્યોગીક એકમોને ખલેલ પહોંચેલ છે. જો આ પરિપત્રો રદ કરવામાં આવે તો મકાન ધારકો અને ઔદ્યોગીક એકમોને આર્થિક ક્ષેત્રમાં વેગ મળે તેમ છે. રજુઆતને ધ્યાને લઈને આવા પરિપત્રો માત્ર મોરબી માટે જ કેમ? જેની યોગ્ય તપાસ કરી, પરિપત્રી રદ કરવા માટેની ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.






Latest News