મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં મજૂરોની માહિતી પોલીસને ન આપનાર ત્રણ વ્યક્તિ સામે ગુના નોંધાયા


SHARE







હળવદ તાલુકામાં મજૂરોની માહિતી પોલીસને ન આપનાર ત્રણ વ્યક્તિ સામે ગુના નોંધાયા

મોરબીમાં બહારના ઘણા મજૂરો ઉદ્યોગ અને ખેતીમાં રોજગારી માટે આવે છે તેની માહિતી પોલીસને આપવા માટે જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવે છે જો કે, પોલીસને માહિતી આપવામાં આવતી નથી તેવામાં હળવદ તાલુકામાં જુદીજુદી ત્રણ જગ્યાએ ચેક કર્યું હતું ત્યારે મજૂરોની માહિતી પોલીસને આપવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું જેથી જાહેરનામા ભંગના જુદાજુદા ત્રણ ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદ પોલીસની ટીમ ઇંગોરાળા રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાં ખેતી કામ માટે રાખવામાં આવેલા મજૂરોના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા અને મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં તેની નોંધ કરવામાં આવી ન હતી જેથી કરીને હાલમાં મનસુખભાઈ બાવલભાઈ માકાસણા (65) રહે. વિશ્વાસ સોસાયટી સરા રોડ કેનાલ પાસે હળવદ વાળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયેલ છે.  આવી જ રીતે હળવદમાં આવેલ શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝમાં કામે રાખવામાં આવેલા મજૂરોના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા અને તેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી સાગરભાઇ કાળુભાઈ વડગાસીયા (29) રહે. મેરૂપર તાલુકો હળવદ વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે. તો હળવદમાં ક્રિષ્ના હોટલ પાછળના ભાગમાં નવા બનતા ગોડાઉનમાં કામ કરતા શ્રમિકોના આઈડી પ્રુફ લેવામાં આવ્યા ન હતા અને મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં તેની માહિતી અપલોડ કરી ન હતી જેથી વિનોદકુમાર બબઉરામ સોનકર (41) રહે. હાલ હળવદ માળિયા હાઇવે રોડ ક્રિષ્ના હોટલ પાછળ નવા બનતા ગોડાઉનમાં મૂળ રહે. યુપી વાળા સામે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News