મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પંચાયત દ્વારા તૈયાર કરાયેલ ક્રિકેટ ગ્રાઉન્ડનું ચેરમેન જિજ્ઞાસાબેન મેરે કર્યું લોકાર્પણ


SHARE









વાંકાનેર તાલુકા પંચાયત દ્વારા તૈયાર કરાયેલ ક્રિકેટ ગ્રાઉન્ડનું ચેરમેન જિજ્ઞાસાબેન મેરે કર્યું લોકાર્પણ

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે તાલુકા પંચાયત દ્વારા સૌ પ્રથમ વખત ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવેલ છે જેનું તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ગ્રાઉન્ડ અંદાજિત 11.20 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને પીચના કેન્દ્રથી બાઉન્ડ્રી સુધી 60 મીટર અને પીચ સહિત ૧૨૦ મીટરના વ્યાસ ધરાવતું ક્રિકેટ ગ્રાઉન્ડ અને રોડના કામ કરવામાં આવ્યું છે તેનું લોકાર્પણ તાલુકા પંચાયતના ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેરના હસ્તે કરાયું હતું ત્યારે વાંકાનેર તાલુકા ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ, ઇજનેર સમીરભાઈ, ઠીકરીયાળા ગામના સરપંચના પુત્ર પ્રવિણભાઈ હકાભાઈ માંડાણિ તેમજ પોપટભાઈ માલકિયા, કેવલભાઈ નાકીયા, સુનીલભાઈ નાકિયા, જિજ્ઞેશભાઈ નાકીયા, જગદીશભાઈ ચૌહાણ, હિતેશભાઈ આહિર સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા. અને ઇજનેર સમીરભાઇએ ટોસ ઉછળીને મેચની શરૂઆત કરી હતી ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતના ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા પણ હાથમાં બેટ લઈને ફટકાબાજી કરવામાં આવી હતી.




Latest News