મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૮૫ લોકોએ કર્યું રક્તદાન


SHARE











વાંકાનેરમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૮૫ લોકોએ કર્યું રક્તદાન

(કેતન ભટ્ટી દ્વારા) સૌરાષ્ટ્રની બ્લડ બેન્કોમાં હાલ રક્તની તંગી વર્તાઈ રહી છે ત્યારે વાંકાનેરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૮૫ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું હાલમાં ડેન્ગ્યુનાં વધતાં કેસોને કારણે દર્દીઓ માટે રક્તની અવારનવાર જરૂરિયાત ઊભી થઈ રહી છે, સૌરાષ્ટ્રની બ્લડ બેન્કોમાં પણ રક્તની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે, ત્યારે માનવ જીંદગી બચાવવાનાં ઉમદા હેતુસર વાંકાનેર ચેમ્બર પ્રમુખ, અગ્રણી ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ (જસદણ સિરામિક ગ્રૂપ વાંકાનેર)- વાંકાનેર રિફ્રેકટરીઝ એશોસિએશન તથા સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક (રાજકોટ) નાં સંયુક્ત ઉપક્રમે વાંકાનેરનાં જસદણ સિરામિક યુનિટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ૮૫ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્કને રક્ત અર્પણ કર્યું હતું, સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રગ્નેશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, હર્ષ પટેલ, કૌશલ પંડયા, સમીર દેવમુરારી, હરપાલસિંહ જાડેજા, વિનુભાઈ રાતડીયાવાળા, અખુભા ઝાલા, અમિત સેજપાલ, વિશાલ પટેલ, ભરત પટેલ સહિત તમામ મિત્ર મંડળ, વાંકાનેર રિફ્રેકટરી એશોસિએશન, જસદણ સિરામિક ગ્રૂપ (વાંકાનેર) સ્ટાફ તથા સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક (રાજકોટ) સ્ટાફ સહિતનાએ જહેમત ઉઠાવી હતી






Latest News