વાંકાનેરના ઢુવા ઓવરબ્રીજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં યુવાનનું મોત
મોરબી : પાણીના ટાંકામાં પડી જતા સાત વર્ષના બાળકનું મોત
SHARE
મોરબી : પાણીના ટાંકામાં પડી જતા સાત વર્ષના બાળકનું મોત
મોરબીના હળવદ રોડ ઉપર આવેલા કારખાનાની અંદર રહીને મજૂરી કામ કરતા પરિવારનો સાત વર્ષનો બાળક રાત્રી દરમિયાન પાણીના ટાંકામાં પડી ગયો હતો જેથી તેનું મોત નિપજત્તા બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલા સેરોન સીરામીક નામના યુનિટના લેબર ક્વાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારનો પ્રિન્સ ત્રિભુવન કુમાર નામનો સાત વર્ષનો બાળક તા.૨૦-૫ ના રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પાણીના ટાંકામાં પડી ગયો હતો.જેથી પ્રિન્સનું મોત નીપજ્યું હતુ.બનાવને પગલે તેના ડેડબોડીને અત્રેની સિવિલે ખસેડવામાં આવતા હોસ્પિટલ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.હાલ તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા આ બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના હળવદ રોડ ઘુંટુ ગામ પાસે બાઇકની સાથે પશુ ટકરાતા વાહન સ્લીપ થવાનો બનાવ બન્યો હતો.જેમાં કવિતાબેન વિજયભાઈ રજોડીયા (૩૪) રહે.માર્કો વિલેજ સોસાયટી આઈટીઆઈ પાસે મહેન્દ્રનગરને ઇજાઓ થતા અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અનિલ પ્રવીણભાઈ ગણેશિયા નામના ૩૦ વર્ષના યુવાનને લાતી પ્લોટ શેરી નંબર-૬ પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.તેમજ રવાપર રોડ દાઉદી પ્લોટ વિસ્તારમાં આવેલ પૂજન એપાર્ટમેન્ટમાં રહેતા દોલતબેન તલકસીભાઈ રૈયાણી નામના ૬૫ વર્ષના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને જમાતખાને જતા હતા તે દરમિયાન રસ્તામાં બાઈક સ્લીપ થતા પડી ગયા હતા અને ઈજા થતા સારવારમાં લઈ જવાયા હતા.
વાહન અકસ્માત
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા રાણેકપર નજીકના ટોલનાકા પાસે એકટીવાને ટ્રેલર ચાલકે હડફેટે લીધુ હતુ.જે બનાવમાં મયુર અમિતભાઈ મકવાણા અને પુષ્પાબેન મયુરભાઈ મકવાણા રહે.બંને સોઓરડીને ઇજાઓ થતા બંનેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી રવાપર રોડ બજરંગ સોસાયટીમાં રહેતા મંજુબેન વશરામભાઈ પરમાર નામના ૫૩ વર્ષીય મહિલા રવાપર ચોકડી પાસેથી માર્કેટ બાજુ જતા હતા.ત્યારે રવાપર રોડ ખાતે બાઈક સ્લીપ થતા પડી જવાથી ઇજા પામતા સારવારમાં લઈ જવાયા હતા.
વૃદ્ધ સારવારમાં
હળવદમાં આવેલ ઘાંચીવાડ મામાના ચોરા પાસે રહેતા બીપીનભાઈ લીલાધરભાઇ ગોહિલ નામના ૬૧ વર્ષના વૃદ્ધને અકસ્માતમાં ઇજા થતા સારવારમાં મોરબી લાવવામાં આવ્યા હતા.હળવદ શાક માર્કેટ પાસે અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લીધા હોય સારવાર માથે લવાયા હતા.તેમજ ટંકારાના ઘુનડા (સ.) થી નવાગામ જતા રસ્તે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા પામેલા નિલેશ વશરામભાઈ હણ (ઉંમર ૩૦) રહે. લખધીરનગર તા.જી.મોરબીને અત્રેની સાગર ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.