મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત મોરબી શહેર-તાલુકામાં જુદી જુદી 3 જગ્યાએ વૃદ્ધા, આધેડ અને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા નજીક ઓવરબ્રીજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં યુવાનનું મોત


SHARE













વાંકાનેરના ઢુવા નજીક ઓવરબ્રીજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં યુવાનનું મોત

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ પાસે ઓવર બ્રીજ નજીક સામેથી યુવાન ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ઢુવા નજીક આવેલ સનરે સિરામિક ભવાની કાંટા પાસે રહેતા દયારામ બુધેસિંગ ઉર્ફે બુધિયા ટાવર (25) નામના યુવાને અજાણ્યા વાહન ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર ઢુવાના ઓવરબ્રિજ પાસે આવેલ ટોપ સીરામીક સામેથી તેનો ભાઈ દિલીપભાઈ બુધેસિંગ ટાવર (19) પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ છે જેથી ભોગ બનેલ યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાહેરનામાનો ભંગ

ઢુવા પાસે આવેલ શિવ શક્તિ ચેમ્બરમાં પરપ્રાંતિય મજુરને મકાન ભાડે આપવામાં આવ્યું હતું અને તે અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી ન હતી અને મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં તેની નોંધ કરી ન હતી જેથી રણછોડભાઈ ખોડાભાઈ ગોલતર (39) રહે. નવા ઢુવા તાલુકો વાંકાનેર વાળા સામે કલેક્ટરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે








Latest News