મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે કિશોરાવસ્થા દિવસની ઈજવણી કરવામાં આવી


SHARE









મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે કિશોરાવસ્થા દિવસની ઈજવણી કરવામાં આવી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર  મેડિકલ ઓફિસર ડો.રાધિકા વડાવિયાના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે કિશોરાવસ્થા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમા આરોગ્ય કર્મચારી દિલીપ દલસાણીયા દ્વારા કિશોરીઓને શારીરિક માનસીક તેમજ વર્તનમાં થતાં ફેરફારો વિશે, પોષણ, વ્યસન, નાની વય થતા લગ્નમાં જોવા મળતી મુશ્કેલી, સોશિયલ મીડિયા ઉપયોગ વિશે માહિતી સમજ આપવામાં આવી હતી.

કિશોરીઓને IFA, સેનેટરી પેડ, તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.તેમજ પૌસ્ટિક ભોજન અને જ્યુસની મજા કરાવી હતી. કાર્યક્રમમાં સીએચઓ ખુશબુબેન પટેલ દ્વારા પર્શનલ હાઈઝિંગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી.ઉજવણી દરમ્યાન પાનેલી ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમભાઈ હડીયલએ ખાસ ઉપસ્થિત રહી બાળકોને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડેલ હતું.કાર્યક્રમને સફળ બનાવવા આશા વર્કર બહેનો મીનાબેન સોલંકી, રમીલાબેન સોલંકી, જયશ્રીબેન સોલંકી અને વનિતાબેન સોલંકીએ જહેમત ઉઠાવી હતી.




Latest News