મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં ટ્રક ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત


SHARE

















મોરબી નજીક કારખાનામાં ટ્રક ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં રાત્રિના સમયે પગપાળા જતી મહિલાને ટ્રક ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મહીસાગર જિલ્લાના રહેવાસી નરવતભાઈ પ્રતાપભાઈ (46)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર આરજે 19 જીજે 1772 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના રફાળેશ્વર નજીક આવેલ નોટો સીરામીક કારખાનામાં ફરિયાદીના પત્ની સુમિત્રાબેન પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ફરિયાદીના પત્નીને ટ્રક ચાલકે ડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં સુમિત્રાબેનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેઓનું મોત નીપજયું હતુ. જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીના નવા મકનસરમાં રહેતા દિલીપભાઈ ગંગારામભાઈ મકવાણા (38) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.

 મહિલા સારવારમાં

હળવદના ડુંગરપુર ગામે રહેતા ચંપાબેન કોળી (70) નામના મહિલા બાઇકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જતા તેમને ઇજા થયેલ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી જનાવર કરડી ગયું

મોરબી તાલુકાના રફાળેશ્વર નજીક પાનેલી રોડ ઉપર રહેતા રાહુલ રાજુભાઈ વાઘેલા (5) નામના બાળકને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.




Latest News