મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદના કેદારીયા પાસેથી કતલખાને લઈ જવાતી બે ભેંસ-બે પાડાને બચાવ્યા: આરોપીની ધરપકડ


SHARE







હળવદના કેદારીયા પાસેથી કતલખાને લઈ જવાતી બે ભેંસ-બે પાડાને બચાવ્યા: આરોપીની ધરપકડ

હળવદના કેદારીયા ગામ પાસેથી પસાર થતી બોલેરો મેકસ ગાડીને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી બે ભેંસ અને બે પાડા આમ કુલ ચાર મળીને ચાર અબોલ જીવને કતલખાને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી વાહન ચાલકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ વસંત પાર્કમાં રહેતા જયપાલદાન કીર્તિદાન ગઢવી (25)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુમાભાઇ આમદભાઇ જત (25) રહે. રાવરેશ્વર તાલુકો લખપત વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં હળવદ તાલુકાના કેદારીયા ગામ પાસેથી આરોપી તેના કબજા વાળી બોલેરો મેક્સ ગાડી નંબર જીજે 12 સીપી 7486 લઈને જઈ રહ્યો હતો ત્યારે તે ગાડીને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી બે ભેસ તથા બે પાડા આમ કુલ મળીને ચાર અબોલ જીવ મળી આવ્યા હતા જે ગાડીમાં ઘાસચારો કે પાણીની કોઈપણ વ્યવસ્થા રાખવામા આવી ન હતી અને અબોલ જીવને કતલખાને લઈ જવામાં આવતા હોય તેવું જોવા મળ્યું હતું જેથી હાલમાં નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે હળવદ પોલીસે આરોપી જુમાભાઇ આમદભાઇ જતની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News