મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે લગ્ન પ્રસંગમાં આવેલા બે પાડોશીઓ વચ્ચે અગાઉ બાથરૂમ બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખીને મારામારી


SHARE









મોરબીના ઘૂટું ગામે લગ્ન પ્રસંગમાં આવેલા બે પાડોશીઓ વચ્ચે અગાઉ બાથરૂમ બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખીને મારામારી

મોરબીના ઉંચી માંડલ ગામે પ્લોટ વિસ્તારમાં અગાઉ બાથરૂમ બનાવવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી ત્યારબાદ તેઓ મોરબીના ઘૂટું ગામે લગ્ન પ્રસંગમાં ભેગા થયા હતા ત્યાં બોલાચાલી, ગાળા ગાળી અને મારામારી થઈ હતી જે બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઉચી માંડલ ગામે રહેતા નીતિનભાઈ ભરતભાઈ લાંબરીયા (22)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાનાભાઈ નવઘણભાઈ કાટોડીયા રહે. ઉચી માંડલ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ ઘૂટું ગામે રામનગરી સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યારે આરોપી સાથે અગાઉ ઘરની પાસે બાથરૂમ બનાવવા બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને આરોપીએ તેને છરી બતાવીને ગાળો આપી હતી અને મુંઢ માર માર્યો હતો. જેની ફરિયાદ નોંધાય છે તો સામાપક્ષેથી જોધાભાઈ ઉર્ફે કાનાભાઈ નવઘણભાઈ કાટોડીયા (23)એ નીતિનભાઈ ભરતભાઈ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ ઘૂટું ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે આરોપીએ અગાઉ ઘરની પાસે બાથરૂમ બનાવવા બાબતે બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખીને લાકડી વડે તેઓને માથા અને પગ ઉપર માર મારીને ઈજા કરી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આમ મારામારીના આ બનાવમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News