મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના કેદારીયા ગામ પાસે વાડીમાંથી 36 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ


SHARE









હળવદના કેદારીયા ગામ પાસે વાડીમાંથી 36 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ

હળવદના કેદારીયા ગામ પાસે આવેલ વાડીએ દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદીજુદી બ્રાન્ડની 36 બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ તથા વાહન મળીને કુલ 80,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દારૂ સાથે વાડીના માલિકની ધરપકડ કરેલ છે અને દારૂ આપનારનું પણ નામ સામે આવ્યું છે જેથી તે બંને સામે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના કેદારીયા ગામે શ્રાવણજાર નામે ઓળખાતી સીમમાં મહેશભાઈ ઝીંઝવાડીયાની વાડીએ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 36 બોટલો મળી આવી હતી. જેથી 40,200 ની કિંમતનો દારૂ તથા એકટીવા નંબર જીજે 36 એએન 5216 જેની કિંમત 40,000 આમ કુલ મળીને 80,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મહેશભાઈ ભીખાભાઈ ઝીંઝવાડીયા (29) રહે. કેદારીયા ગામ હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં શક્તિભાઈ રાજુભાઈ ગોહિલ રહે. માથક તાલુકો હળવદ વાળા પાસેથી દારૂ મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આ બંને શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને માલ આપનાર શક્તિભાઈ ગોહિલને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મારામારીમાં ઇજા

મોરબીમાં રેલ્વે સ્ટેશન પાસે મારામારીના બનાવમાં દુધીબેન કાંતિભાઈ (70) નામના વૃદ્ધાને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી કરેલ છે

બાઇક સ્લીપ

હળવદના રાતાભેર ગામે રહેતા વજાભાઈ રામુભાઈ કોળી (52) નામના આધેડ ઘરેથી વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં તેનો બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં તેમને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી હતી.




Latest News