મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મંદિરની દિવાલના ટેકે બેઠેલા ચાર શખ્સોને ઠપકો આપતા યુવાનને ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો


SHARE







વાંકાનેરમાં મંદિરની દિવાલના ટેકે બેઠેલા ચાર શખ્સોને ઠપકો આપતા યુવાનને ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો

વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં આવેલ માતાજીના મંદિરના દિવાલના ટેકે ચાર શખ્સો બેઠા હતા જેને યુવાને ઠપકો આપ્યો હતો જે મંદિર પાસે બેઠેલા શખ્સોને સારું નહીં લાગતા તેણે યુવાનને ગાળો આપી હતી અને ત્યારબાદ ધોકા અને ઢીકાપાટુ વડે માથામાં તથા શરીરે માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાને સારવાર લીધી હતી અને ત્યારબાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી અને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં સ્મશાન વાળી શેરીમાં રહેતા મનીષભાઈ જગદીશભાઈ ભાટી (24)એ સીટી પોલીસ સ્ટેશન ખાતે કાળુભાઈ પસાભાઈ સેટાણીયા, ભૂરો સેટાણીયા, વિજયભાઈ ઘોઘાભાઈ સેટાણીયા, અને વિક્રમભાઈ વિજયભાઈ સેટાણીયા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વીસીપરામાં સ્મશાન રોડ ઉપર આવેલ માતાજીના મંદિરના દિવાલના ટેકે આરોપીઓ બેઠા હતા જેથી ફરિયાદી યુવાને તેઓને ઠપકો આપ્યો હતો જે આરોપીઓને સારું નહીં લાગતા તેણે ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે યુવાનને માથામાં હાથે પગે અને વાસાના ભાગે માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાહેરનામાનો ભંગ
ટંકારાના લજાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીમનાથ મહાદેવ રોડ ઉપર આવેલ પવનસુત પ્લાસ્ટો પેક એલએલપી નામના કારખાનામાં ત્યાંના માલિકે સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ 30 દિવસ સુધી રાખવા માટે કલેકટર નું જાહેરનામું હોવા છતાં પણ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ રાખેલ ન હતું જેથી પંકજભાઈ ભગવતીપ્રસાદ જોશી (47) રહે જેલ રોડ ઇન્ડિયન બેંક ની સામે મોરબી વાળા સામે જાહેરનામા ભંગનો ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News