વાંકાનેરના વીસીપરામાં નાકમાથી લોહી નીકળ્યા બાદ યુવાનનું મોત નીપજયું
SHARE
વાંકાનેરના વીસીપરામાં નાકમાથી લોહી નીકળ્યા બાદ યુવાનનું મોત નીપજયું
વાંકાનેર શહેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા યુવાને કોઈ કારણોસર તેના ઘરે નાકમાંથી લોહી નીકળ્યું હતું ત્યારબાદ તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું જેથી કરીને યુવાનના પિતા તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા શંકરભાઈ હકાભાઇ કુંજવાડિયા (ઉમર ૩૨)ને કોઈ કારણોસર પોતાના ઘરે જ હતા ત્યારે નાકમાંથી લોહી નીકળ્યું હતું અને ત્યારબાદ તે ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું જેથી તેના મૃતદેહને તેના પિતા હકાભાઇ માલાભાઈ કોળી રહે. વાંકાનેર વીસીપરા વાળા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા ત્યાર બાદ વાંકાનેર પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને વાંકાનેર સીટી પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે