મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટ મેઇન રોડેથી 48 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ


SHARE









મોરબીના લાતી પ્લોટ મેઇન રોડેથી 48 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ

મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર શેરી નં-12 પાસેથી પસાર થતી સીએનજી રીક્ષાને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે રીક્ષાને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની 48 બોટલો મળી આવી હતી જેથી પોલીસે રિક્ષા અને દારૂ મળીને 84 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક શખ્સની ધરપકડ કરી છે અને દારૂ આપનારનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં- 12 પાસેથી પસાર થતી સીએનજી રીક્ષા નંબર જીજે 3 એ એક્સ 3715 ને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે રીક્ષામાંથી દારૂની 48 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 60,000 ની કિંમતની રીક્ષા તથા 24,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો આમ કુલ મળીને 84 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી ઉમેશભાઈ રમજુભાઈ ચાનિયા રહે. લાતી પ્લોટ શેરી નં- 11-12 વચ્ચે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન દારૂનો આ જથ્થો તેણે તોફિકભાઈ દાઉદભાઈ ચાનિયા રહે. લાતી પ્લોટ શેરી નં-12 મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે બંને શખ્સની સામે ગુનો નોંધીને દારૂ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News