મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મિં)ના ચિખલી ગામના યુવાને યુ-ટ્યુબમાંથી શિખીને ઘરમાં જ શરૂ કર્યું બંદૂકનું પ્રોડકશન !: 2 બંદુક, 60 ખાલી કાર્ટીસ, 2 ગન પાવડર ભરેલ બોટલો કબ્જે


SHARE









માળીયા (મિં)ના ચિખલી ગામના યુવાને યુ-ટ્યુબમાંથી શિખીને ઘરમાં જ શરૂ કર્યું બંદૂકનું પ્રોડકશન !: 2 બંદુક, 60 ખાલી કાર્ટીસ, 2 ગન પાવડર ભરેલ બોટલો કબ્જે

માળીયા (મિં)ના ચિખલી ગામે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર હથીયાર બનાવતા હોવાની એલસીબીની ટીમને હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી હાથ બનાવટની 2 બંદુક તથા હથીયાર બનાવવા માટેના જરૂરી સાધનો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 19070 નો મુદામાલ કબ્જે કરેલ છે અને એક આરોપીની હાલમાં ધરપકડ કરેલ છે.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ એમ.પી.પંડયા કામ કરી રહ્યા છે અને તેઓની સૂચના મુજબ એલસીબીની ટિમ કામ કરે છે તેવામાં શક્તિસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા તથા આશીફભાઈ રાઉમાંને બાતમી મળી હતી કે માળીયા (મી)ના ચિખલી ગામે મફતીયાપરામાં રહેતો સલીમભાઇ કાદરભાઇ મિયાણા પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનના પાછળના ભાગે આવેલ ફળીયામાં ગેરકાયદે દેશી હાથ બનાવટની બંદુકો જાતે બનાવે છે અને જુદાજુદા ગ્રાહકોને વેચે છે.

જેથી કરીને એલસીબીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે સલીમભાઇ કાદરભાઇ મિયાણાના મકાનમાંથી દેશી બનાવટના હથિયાર અને હથીયાર બનાવવા માટેના સાધનો મળી આવ્યા હતા જેથી કરીને સલીમભાઇ કાદરભાઇ માલાણી જાતે મિયાણા રહે. મફતીયાપરા ચિખલી ગામ તાલુકો માળીયા (મિં) વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી સિદીકભાઇ ઉમેદઅલી કાજેડીયા રહે. હાલ ચરાડવા તાલુકો હળવદ વાળાનું નામ સામે આવ્યું હતું જેથી બંને સામે માળીયા (મિં) તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે અને પોલીસે આરોપીની કરેલ પ્રાથમિક પુછપરછમાં એવી માહિતી સામે આવી હતી કે, તે મોબાઇલ ફોનમાં યુ-ટ્યુબમાં હથીયાર બનાવવા તથા રીપેરીંગ કરવાના વીડીયો જોઇને હથીયાર બનાવતા તથા રીપેરીંગ કરતા શીખ્યો હતો.

હાલમાં પકડાયેલ આરોપી પાસેથી પોલીસે 2 દેશી હાથબનાવટની બાર બોર સિંગલ બેરલની બંદુક જેની કિંમત 10 હજાર, 1 ઇલેક્ટ્રીક વેલ્ડિંગ મશીન જેની કિંમત 5 હજાર, 2 ઇલેક્ટ્રીક ગ્રાઇન્ડર મશીન જેની કિંમત 2 હજાર, 1 ડ્રીલ મશીન જેની કિંમત 1 હજાર, 1 લોખંડનો સિગરો, 2 ઇલેક્ટ્રીક બોર્ડ, 60 બાર બોરના ખાલી કાર્ટીસ, 2 ગન પાવડર ભરેલ પ્લાસ્ટીકની શીશી, 111 લોખંડના જીણા છરા, 1 વેલ્ડીંગના ચશ્મા, 1 કાતર અને 5 ચાંદલીયાના રોલની ડબ્બી આમ કુલ મળીને 19,070 નો મુદામાલ કબ્જે કરેલ છે.

વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ આ શખ્સ છેલ્લા બે-ત્રણ વર્ષથી પોતાના રહેણાંક મકાનના ફળીયામાં જાતેથી અલગ-અલગ સાધનો વડે દેશી હાથ બનાવટની બાર બોર સિંગલ બેરલ બંદુકો જાતે બનાવતો હતો અને તે બંદૂક બનાવવા અને હથીયાર રીપેરીંગ કરવા અંગેની એમઓ પણ જાણે છે. આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. 




Latest News