મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવા દેરાળા ગામે ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયેલ પાંચ વર્ષની બાળકીને શોર્ટ લગતા મોત


SHARE









માળીયા (મી)ના નવા દેરાળા ગામે ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયેલ પાંચ વર્ષની બાળકીને શોર્ટ લગતા મોત

માળીયા (મી)ના નવા દેરાળા ગામના પાદરમાં આવેલ ટ્રાન્સફોર્મર ઉપર પાંચ વર્ષની બાળકી ચડી ગઈ હતી અને તે બાળકીને કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં તે બાળકીનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની બાળકીના પિતાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટા ઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં માળીયા મીયાણા તાલુકાના નવા દેરાળા ગામે કમલેશભાઈના મકાનમાં ભાડેથી રહેતા રમેશભાઈ માંગીતીયાભાઈ ભીલ (35)ની પાંચ વર્ષની દીકરી મીનાબેન રમેશભાઈ ભીલ દેરાળા ગામના પાદરમાં આવેલ ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગઈ હતી અને ત્યાં તેને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે બાળકીનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની બાળકીના પિતાએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અર્જુન કેશુભાઈ કુંઢીયા (50) નામના આધેડ બાઇકમાં લીલાપર રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુલ નજીકટી જતાં હતા ત્યારે બાઇક સ્લીપ થયું હતું જે બનાવમાં તેને ઇજા થઇ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની આયુષ્ય ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યારે મોરબીના નવા સાદુળકા ગામે રહેતા જયાબેન ભુરાભાઈ હળવદિયા (72) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને જુના એસટી ડેપો પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે તેઓને ઈજા થતાં ઇજા પાએમલ હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.




Latest News