મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીમાં નવા ટ્રસ્ટની નિમણૂક કરવામાં આવી


SHARE









ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીમાં નવા ટ્રસ્ટની નિમણૂક કરવામાં આવી

મોરબી ખાતે વર્ષ ૧૯૯૬ માં સ્થાપના કરવામાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી જેના હાલ રજીસ્ટ્રેશન નંબર ઈ/૪૨૨/મોરબી છે.તેની સાધારણ સભા તાજેતરમાં મળી હતી અને નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવેલ છે.

મોરબી ખાતે અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા વર્ષ ૧૯૯૬ માં ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી.જે ટ્રસ્ટ હેઠળ પાટીદાર વિદ્યાર્થી ભુવન પાસેથી શૈક્ષણિક હેતુસર જગ્યા મેળવીને વર્ષ ૨૦૦૧ માં ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય શરૂ કરવામાં આવી હતી.આ સમયે ૧૧ સામાજિક આગેવાનો આ ટ્રસ્ટનું સંચાલન કરી રહ્યા હતા.જેમાંથી સાત ટ્રસ્ટીઓના અવસાન થતાં ચેરિટી કમિશનર મોરબી દ્વારા તેઓના નામ કમી કરતા ટ્રસ્ટમાં ખાલી પડે જગ્યાઓ માટે ટ્રસ્ટના સામાન્ય ૩૩ સભ્યોમાંથી ૧૨ સભ્યોને કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરી સ્કીમ ૫૦-એ મુજબ નવી કારોબારી સમિતીની રચના કરવામાં આવી હતી.તા.૩૧-૫-૨૫ ના રોજ ટ્રસ્ટ સંચાલિત ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે ટ્રસ્ટના હાલના કાર્યકારી પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને પ્રથમ કારોબારી મીટીંગ મળેલ જેમાં બારમાંથી દસ સભ્યો હાજર રહ્યા હતા.

ટ્રસ્ટના નવા કારોબારી સભ્યો તરીકે જમનાદાસ ટપુભાઈ પરમાર, કેશવલાલ રામજીભાઈ ચાવડા, વલ્લભદાસ હિરદાસ પરમાર, પરેશકુમાર  માલજીભાઈ પારીઆ, હિતેન્દ્રભાઈ ભગવાનજીભાઈ ચૌહાણ, મૂળજીભાઈ ડી.સોલંકી, વકિલ હસમુખભાઈ એમ.સોલંકી, ધર્મેશભાઈ દેવજીભાઈ મકવાણા, મહેશભાઈ હીરાભાઈ પરમાર, નિલેશભાઈ ભીમજીભાઇ ચૌહાણ, મણીલાલ વાલજીભાઈ ચાવડા,  આકાશ ગલાભાઈ પરમારની નિમણૂક કરવામાં આવેલ છે.તેમજ ૨૦ થી વધુ સામાન્ય સભ્યો સંસ્થા દ્વારા બનાવવામાં આવેલ છે.આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માં ટ્રસ્ટ સંચાલિત ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયમાં પિતા હયાત ન હોય તેવા બાળકોને ફ્રી માં શિક્ષણ આપવામાં આવશે તેમજ શિક્ષણમાં નબળા રહી ગયેલ બાળકોને ફ્રી માં ટ્યુશન આપવામાં આવશે. અને એક ઘરમાં બે થી વધુ દિકરીઓ હશે તો બાકીની દિકરીઓને ફ્રી માં ૫૦ ટકા રાહત આપવામાં આવશે.તેમ ટ્રસ્ટના કાર્યરત મંત્રી કેશવલાલ ચાવડાએ યાદીમાં જણાવેલ છે




Latest News