મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના કેદારીયા ગામે વાડીએ મકાનની બાજુમાંથી દારૂની 192 બોટલો-64 બિયરના ટીન સાથે આરોપીની ધરપકડ


SHARE









હળવદના કેદારીયા ગામે વાડીએ મકાનની બાજુમાંથી દારૂની 192 બોટલો-64 બિયરના ટીન સાથે આરોપીની ધરપકડ

હળવદના કેદારીયા ગામની પાછળના ભાગમાં આરોપીની વાડીએ મકાનની બાજુમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની અને મોટી ફૂલ મળીને 192 બોટલો તેમજ 64 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસને 45,280 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા શ્રવણ જયંતિભાઈ ઝીંઝવાડીયાની વાડીએ રહેણાંક મકાનની બાજુમાં દારૂનો જથ્થો હોવાથી ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની અને મોટી કુળ મળીને 192 બોટલો અને 64 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 45,280 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી શ્રવણ જયંતિભાઈ ઝીંઝવાડીયા (27) રહે કેદારીયા ગામ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપી પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીના રવાપર રોડ ઉપર ગોકુલધામ સોસાયટી પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા દિનેશભાઈ નાનાલાલ ચોગ (72) રહે. રવાપર રોડ ગોકુલધામ સોસાયટી મોરબી વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 1,000 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News