મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારા કમ્ફર્ટ હોટલના જુગાર તોડકાંડમાં પકડાયેલ પીઆઇના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર


SHARE









ટંકારા કમ્ફર્ટ હોટલના જુગાર તોડકાંડમાં પકડાયેલ પીઆઇના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર

મોરબી જિલ્લાના ટંકારાના તાલુકામાં આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ બાદ પોલીસ અધિકારી અને હેડ કોન્સટેબલ દ્વારા 51 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવેલ હતો જે ગુનામાં તત્કાલીક્ન પીઆઇની ધરપકડ કરીના રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે અને તેના રિમાન્ડ પૂરા થતા આજે ફરધર રિમાન્ડની માંગણી સાથે આરોપી પીઆઇને મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપી પીઆઇના કાલે સાંજ સુધીમાં રિમાન્ડ મંજૂર કર્યા છે.

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરવામાં આવી હતી અને સાત શખ્સોને રૂમમાંથી પકડવામાં આવ્યા હતા અને બે ડ્રાઈવર  સહિત કુલ નવ આરોપીને પકડવામાં આવ્યા હતા જો કે, એક આરોપીને ફરાર દર્શાવવામાં આવેલ હતો અને કુલ 63.15 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો જો કે, ફરિયાદમાં આરોપીના ખોટા નામ લખવાના, આરોપીઓના નામ અને ફોટો પ્રેસમાં નહીં આપવાના વિગેરે બાબતે જુગાર રમતા પકડાયેલ શખ્સો પાસેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી દ્વારા 51 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો જે ગુનામાં આરોપી પીઆઇ વાય.કે.ગોહિલને પકડીને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા જેના આજરોજ રિમાન્ડ પુરા થતા હોય તપાસનીસ અધિકારી વી.વી. રબારી દ્વારા આરોપીને ફરધર રિમાન્ડની માંગ સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે સરકારી વકીલ વિજયભાઇ જાનીની દલીલને ધ્યાન રાખીને આરોપી પીઆઇના આવતીકાલે સાંજના પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે જેથી તપાસનીસ અધિકારી દ્વારા આરોપી પીઆઇ પાસેથી તોડ કરીને મેળવવામાં આવેલ 51 લાખ રૂપિયાની રિકવરી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે




Latest News