ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મોમીન શેરીમાં મસ્જિદ પાસે ખુલ્લા પટ્ટમાં જુગાર રમતા 7 શખ્સ 80,100 ની રોકડ સાથે પકડાયા


SHARE













વાંકાનેરમાં મોમીન શેરીમાં મસ્જિદ પાસે ખુલ્લા પટ્ટમાં જુગાર રમતા 7 શખ્સ 80,100 ની રોકડ સાથે પકડાયા

વાંકાનેરમાં આવેલ મોમીન શેરીમાં જુમ્મા મસ્જિદ પાસે ખુલ્લા પટ્ટમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સાત શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 80,100 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરમાં આવેલ મોમીન શેરી જુમા મસ્જિદ પાસે ખુલ્લા પટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઝાકીરહુસેન ઈસ્માઈલભાઈ મેસાણીયા  60), અહમદભાઈ ઉસ્માનભાઈ શેખ (50), સલીમભાઈ ઇબ્રાહીમભાઇ થીમ (45), સાકીરભાઇ શકીલભાઈ મેસાણિયા (31), જુબેરભાઈ અબ્દુલકરીમભાઈ બોરડીવાલા (35), ફયાજહુસેન મહંમદહનીફભાઈ કડીવાર (29) અને ઝાકીરભાઈ ઉસ્માનભાઈ ભોરણીયા (52) રહે બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 80,100 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર
માળીયા મીયાણા ની ભીમાસર ચોકડી પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા સિકંદરભાઈ કરીમભાઈ પલેજા (28) રહે ખાખરેચી તાલુકો માળીયા વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 300 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે








Latest News