મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં 657 બોટલ ભરેલી કાર પકડાઈ : બુટલેગર ફરાર


SHARE







મોરબીમાં 657 બોટલ ભરેલી કાર પકડાઈ : બુટલેગર ફરાર

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે શહેરના કાયાજી પ્લોટ વિસ્તારમાંથી જુદી જુદી બ્રાન્ડની 657 બોટલ દારૂ ભરેલી કારને પકડી પાડી હતી. જયારે બુટલેગર ભાગી જતા તેની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ આજે તા.12 ના રોજ રાત્રીના પેટ્રોલીંગમાં હતો ત્યારે રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં અહીંના કાયાજી પ્લોટ શેરી નં-5ના નાકા પાસે શંકાસ્પદ જણાતી સ્વીફટ કાર નંબર જીજે 13 એનએન 5006 નજરે પડી હતી.જેની તપાસ કરતા કારમાંથી જુદી જુદી ત્રણ બ્રાન્ડની કુલ મળીને દારૂની 657 બોટલો મળી આવી હતી. જેથી રૂા.2,68,380ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ રૂા.ચાર લાખની કિંમતની ઉપરોકત નંબરની સ્વીફટ કાર એમ કુલ રૂા.6,68,380નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.દારૂ કેસમાં શાહરૂખ ઈકબાલભાઈ બુચડ રહે. જોન્સનગર વિસ્તાર લાતી પ્લોટની પાસે મોરબી વાળાનું નામ ખુલતા તેની સામે સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે પ્રોહિબીશન એકટ મુજબ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરેલ છે. કેસની આગળની તપાસ પીએસઆઈ જે.સી. ગોહિલ ચલાવી રહ્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

આધેડનું મોત

 મોરબી વાંકાનેર હાઈવે લાલપર ગામ નજીક આવેલા સોલો સિરામીક ખાતે લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજુરીકામ કરતા મુખ્તાર અશરફ હુશેનખાન નામના 59 વર્ષના આધેડનું કોઈ કારણોસર મોત થતા ડેડબોડીને અત્રેની સિવિલે લાવ્યા હતા. તાલુકા પોલીસ મથકના સી.કે. પઢીયારે તપાસ કરી હતી.જયારે માળીયા હાઈવે ઉપરના ટીંબડી ગામ નજીક થયેલ મારામારીમાં ઈજા થતા નરેન્દ્રસિંગ અભેસિંગ રાઠોડ (ઉ.38) રહે. ટીંબડી મોરબીને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવતા તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરાએ તપાસ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

 મોરબીની પંચાસર ચોકડી પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજાઓ થતા ભરતભાઈ લાલજીભાઈ ડાભી (ઉ.49) રહે. બાદનપર (આમરણ) તા.મોરબીને ઈજા થતા અહીંની આયુષ હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા. જયારે બાઈકમાંથી નીચે પડી જતા અમિનબાપુ શકિલમીંયા (16) રહે. કૃષ્ણનગરને ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

વાવડી રોડે મારામારી

 મોરબી વાવડી રોડ ગાયત્રી સોસાયટીમાં મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં ઈજાઓ થતા રાજુભાઈ ખીમજીભાઈ પરમાર (29) રહે. લાયન્સનગર નવલખી રોડ, મુનીર રજાકભાઈ કાસમાણી (32) રહે. વીસીપરા, રમઝાન સૈફુદીનભાઈ અંસારી (17) રહે. લાયન્સનગર તથા અરવિંદ રાકેશભાઈ (17) રહે. લાયન્સ નગરને ઈજાઓ થથા સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

 માળીયા (મીં)ના વર્ષામેડી ગામની પાસે પવનચકકીના કામ દરમ્યાન પવનચકકીની ઉપરથી બેભાન હાલતમાં મળી આવેલા દર્શનભાઈ ભાવેશભાઈ દેસાઈ (22) રહે. માણાવદર જી. જુનાગઢને અત્રેની આયુષમાં સારવાર માટે લાવવામાં આવતા પોલીસે તપાસ કરી હતી. જયારે સામખીયારીની પાસેની અજંતા હોટલ પાસે બાઈક સ્લીપના બનાવમાં ઈજા પામેલ અમરશીભાઈ પરમાર (33) રહે. લાકડીયા કટારીયા ભચાઉ કચ્છને સારવાર માટે મોરબી લવાયેલ હતા.તેમજ હળવદના નવા ધનાળા ગામે રહેતા અશ્વિન મનસુખભાઈ સોનગ્રા નામના 35 વર્ષના યુવાનને ગામમાં વાડી વિસ્તારમાં બાઈક લઈને જતા વખતે અચાનક કુતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.






Latest News