વાંકાનેરના ઢુવા પાસે ડીવાઈડરના થાંભલા સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત
SHARE
વાંકાનેરના ઢુવા પાસે ડીવાઈડરના થાંભલા સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા પાસે ડીવાઈડર વચ્ચે લગાવવામાં આવેલ થાંભલા સાથે બાઈક અથડાતાં માથામાં ગંભીર ઇજા થવાને કારણે યુવાનનું મોત નિપજયું હતું જે બનાવીમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે મરણ જનાર યુવાન સામે ગુનો નોંધીને રાબેતા મુજબની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલમાં મોરબીના વૃંદાવન પાર્ક સોસાયટીમાં ગોકુલ હાઇટના ફ્લેટ નંબર ૧૦૧ માં રહેતા મૂળ જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર અશોક વાટિકાના રહેવાસી મયુરભાઈ નવીનભાઈ હદવાણી જાતે પટેલને (૩૭) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એચ ૯૮૭૪ લઈને મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ઢુવા ગામ નજીક આવેલ હોટલની સામેના ભાગમાં સર્વિસ રોડ ઉપર ડિવાઇડર પાસે લોખંડના થાંભલા સાથે તેનું બાઈક અથડાતાં મયુરભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવમાં હાલમાં મરણ જનારના ભાઈ વિમલભાઈ નવીનભાઈ હદવાણી જાતે પટેલ (૪૧)ની ફરિયાદ લઈને વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે