માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં યુવાનનું ગળું દબાવીને નિર્મમ હત્યા કરનારા મેનેજરની ધરપકડ


SHARE









મોરબી નજીક કારખાનામાં યુવાનનું ગળું દબાવીને નિર્મમ હત્યા કરનારા મેનેજરની ધરપકડ

મોરબીના સોખડા ગામ નજીક આવેલ કારખાના મજૂરી કામ કરવા માટે યુવાન તેની પત્ની સાથે આવ્યો હતો અને તે યુવાનની પત્નીને કારખાનો મેનેજર ફોન તેમજ વિડીયો કોલ કરતો હતો જેની યુવાનને જાણ થઈ ગયેલ હતી જેથી યુવાન મેનેજરને ઠપકો આપવા માટે ગયો હતો ત્યારે મેનેજરે યુવાનને માર મારીને ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના નવા ધનાળા ગામ પાસે આવેલ લેવેન્ટ લેમીનેટ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા સુનીતાબેન રવિન્દ્રનર્મદા આહિરવાર (25) નામની મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખુરશીદ આલમ ઉર્ફે રાજખાન મિયાં રહે. મૂળ બિહાર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેઓના ભાઈ ગબ્બર દેવીપ્રસાદ આહિરવાર અને તેના પત્ની જ્ઞાની ઉર્ફે રાધિકા તથા બે બાળકો 15 દિવસ પહેલા મોરબીના સોખડા ગામ પાસે આવેલ રિબેકા લેમિનેટ નામના કારખાનામાં કામ માટે થઈને આવ્યા હતા અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતા હતા દરમિયાન આરોપીએ ફરિયાદીના ભાઈ અને ભાભી સાથે સંબંધ કેળવ્યો હતો અને ફરિયાદીના ભાઈની ગેરહાજરીમાં આરોપી તેની ભાભીને ફોન કોલ અને વિડીયો કોલ કરતો હતો જેની જાણ ફરિયાદીના ભાઈને થઈ ગયેલ હતી જેથી તે આરોપી ખુરશીદ આલમને ઠપકો આપવા માટે ગયો હતો ત્યારે આરોપીએ તેને માર માર્યો હતો અને ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી જેથી મૃતક યુવાનની બહેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યા, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં મોરબી જિલ્લા એસસીએસટી સેલના ડીવાયએસપી વિરલ દલવાડી તેમજ તેની ટીમે આરોપી મહોમદખુરશીદ ઉર્ફે રાજખાન અસગરમિયાં આલમ (26) રહે. હાલ રિબેકા લેમિનેટ મોરબી અને મૂળ રહે. બિહાર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News