ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત દીકરીઓને સેનેટરી પેડ વિતરણ સાથે મહત્વપૂર્ણ સમાજ અપાઈ


SHARE













વાંકાનેરમાં પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત દીકરીઓને સેનેટરી પેડ વિતરણ સાથે મહત્વપૂર્ણ સમાજ અપાઈ


વાંકાનેરમાં પ્રોજેક્ટ મુસ્કાન જયાં દીકરીઓની ખુશી પ્રાથમિકતા હોય છે.એક દીકરી જ્યારે સંતોષભર્યું સ્મિત કરે છે ત્યારે એ માત્ર એક સેનેટરી પેડનું વિતરણ નથી હોતું,પણ એ સમાજની વિચારશક્તિ બદલવાનું કાર્ય છે.મેંગોપીપલ પરિવાર દ્વારા સંચાલિત પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત વાંકાનેર શહેરની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા હતા.આ માત્ર વિતરણ નહોતું,પણ આ દીકરીઓને માનવ અવયવોની સ્વચ્છતા, ગંદા કપડાથી થતા નુકસાન અને સેનેટરી પેડ્સના ઉપયોગ વિશે સમજાવતો સંવેદનશીલ કાર્યક્રમ હતો.

પ્રોજેક્ટ મુસ્કાનના પ્રોજેક્ટ હેડ મોનાબેન રાજવીર દ્વારા દીકરીઓને સરળ અને હ્રદયસ્પર્શી ભાષામાં આ મહત્વપૂર્ણ વિષયની સમજણ આપવામાં આવી.દરેક દીકરીએ જ્યારે સેનેટરી પેડનું બોક્સ હાથમાં લીધું અને જાણકારી મેળવી, ત્યારે તેમની આંખોમાં જુસ્સો અને ચહેરા પર આશ્વાસન જોવા મળ્યું હતું.જે પ્રોજેક્ટ મુસ્કાનની સાચી સફળતા છે.આ કાર્યમાં મનીષ રાઠોડ (મો.92760 07786) ઉપર સંપર્ક કરીને સહભાગી થવા જેવો અવસર તમામને ઉપલબ્ધ છે.પ્રોજેક્ટ મુસ્કાનની પાછળનો લક્ષ્ય માત્ર પેડ વિતરણ નથી.પણ દરેક દીકરીના આત્મવિશ્વાસમાં વધારો કરવો છે.આ કાર્યક્રમને સફળ બનાવવામાં વિશેષ યોગદાન આપનાર મનીષભાઈ રાઠોડ, રૂપલબેન રાઠોડ, મોનાબેન રાજવીર, શાળાના આચાર્ય અતુલભાઈ બુદ્ધદેવ તથા સ્ટાફના પ્રતિમાબેન પઢીયાર, કાજલબેન જેઠવા અને શિલ્પાબેન રાઠોડનો સમર્પિત સહયોગ સલામનીય રાહયો હતો.મેંગોપીપલ પરિવાર છેલ્લા ૧૨ વર્ષથી ઝૂંપડપટ્ટીના બાળકોના જીવનમાં ઉજાસ લાવતા પ્રકાશપંથા છે. અહીં બાળકોને શિક્ષણથી લઇને નાસ્તો સુધી, સૌ કાળજી અને પ્રેમથી અપાય છે.અને પ્રોજેક્ટ મુસ્કાન એક એવી યાત્રા કે જે દરેક દીકરીના મહાવારીદિનને કલંકમુક્ત, આરોગ્યદાયક અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવે છે.ચાલો સાથે મળીને કોઈના સ્મિતનું કારણ બનીએ તે સંસ્થાનો હેતુ છે.






Latest News