મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં સૌપ્રથમ વખત પેન ફેશિયલ ફ્રેક્ચર માટે ચહેરાની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી


SHARE









મોરબીમાં સૌપ્રથમ વખત પેન ફેશિયલ ફ્રેક્ચર માટે ચહેરાની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી

મોરબી માં 19 વર્ષ નો યુવાન બાઈક લઈ હાઈવે પર જતો હતો ત્યારે અચાનક આગળ જઈ રહેલા ટ્રકે બ્રેક મારતા બાઈક ટ્રક માં ઘૂસી જતાં ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી. વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. 

આયુષ હોસ્પિટલમાં માં મોરબી ના એક માત્ર પ્લાસ્ટિક સર્જન ડૉ આશિષ હડિયલ એ દર્દી ને તપાસ કરી સીટી સ્કેન કરાવતા પેન ફેશિયલ ફ્રેકચર એટલે કે દર્દી ના ચહેરા ના લગભગ બધા જ હાડકા તૂટી ગયા હતા. જેમ કે આંખો ની આજુબાજુ ના ,નાક ના , બન્ને  જડબા ના , વિગેરે હાડકા ના ફ્રેકચર થયેલા હતા. 
ડો આશિષ હડિયલ દ્વારા લેટેસ્ટ 3D ct scan ટેકનોલોજી દ્વારા પ્લાનિંગ કરી દર્દી પર જટિલ ઓપરેશન કરવામાં આવ્યું. બધા જ ફ્રેકચર ને પાછા બેસાડી ટાઇટેનિયમ ધાતુ ની પ્લેટ અને સ્ક્રુ ફીટ કરવામાં આવ્યા. ઉપર અને નીચે ના જડબા ને arch bar નાંખી તાર થી બાંધી તુટી ગયેલા દાંત ને નોર્મલ સ્થિતિ માં લાવવામાં આવ્યા હતાં..  

આ ઓપરેશન માટે દર્દી ને બેભાન કરવા માટે નુ એનેસ્થેસિયા પણ જોખમી હતું કારણ કે નાક કે મોં ના ભાગ થી ટ્યુબ નાખવી શક્ય ના હોવા થી submental intubation એટલે કે દાઢી ના નીચેના ભાગમાંથી નાનું હોલ બનાવી ટ્યુબ નાખવામાં આવી.. એનેસ્થેસિયા ડૉક્ટરો ની ટીમ નું પણ યોગદાન રહ્યુ હતુ. 

ઘર આંગણે દર્દી ને જટિલ ઓપરેશન કરી આયુષ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર આપવામાં આવતા દર્દી અને સગા એ ડોક્ટર અને હોસ્પિટલ નો આભાર માન્યો હતો.




Latest News