મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, કુહાડી, ધારિયા વડે થયેલ સામસામી મારામારીમાં હવે બંને પક્ષેથી નોંધાઇ ફરિયાદ


SHARE









મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, કુહાડી, ધારિયા વડે થયેલ સામસામી મારામારીમાં હવે બંને પક્ષેથી નોંધાઇ ફરિયાદ

મોરબીના વીસીપરામાં આવેલ ગુલાબનગરમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપ્યો હતો અને ત્યારબાદ બે પાડોશીઓ વચ્ચે છરી, તલવાર, કુહાડી, ધારિયા, પાઇપ, બેઝ બોલના ધોકા જેવા હથિયારો સાથે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં મહિલાઓ સહિતના લોકોને ઈજા થયેલ હતી જેથી તેઓને મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મોરબીના વીસીપરામાં આવેલ ગુલાબનગર વિસ્તારમાં રહેતા જીગ્નેશભાઈ ઉર્ફે કાનો ગોવિંદભાઈ રાવા (33)હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાઉદભાઈ ઉમરભાઈ જામ, રાયધન દાઉદભાઈ જામ, નજમાબેન ઉમરભાઈ જામ, અમીનાબેન ઉમરભાઈ જામ, લતીફ દાઉદભાઈ જામ, દાઉદ ભાઈનો ભાણેજ નવાબ અને જાવેદ મેમણ રહે. બધા વીસીપરા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી દાઉદભાઈ જામએ ફરિયાદીને ઘર સામે નહીં બેસવા ઠપકો આપેલ હતો અને બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખારાખીને સાતેય આરોપીઓ એક સાથે છરી, ધારિયા, બેઝબોલના ધોકા, લોખંડના પાઇપ જેવા હથિયાર સાથે ફરિયાદીના ઘરે આવ્યા હતા અને દાઉદભાઈએ સાહેકુંવરબેનને છરી વડે છાતી, પેટના ભાગે જમણી બાજુએ અને હાથમાં કાંડા પાસે ઇજા કરી હતી તેમજ સાહેગોવિંદભાઈને ધારિયા વડે વાસા અને હાથમાં ઇજા કરી હતી અને બાબુભાઈને પેટ અને ગરદનના ભાગે મારમારીને ઇજા કરવામાં આવી હતી અને ફરિયાદીને ધારીયા વડે જમણા હાથના અંગૂઠામાં ઇજા કરેલ છે તો મહેશભાઈને ધારિયાથી માથાના ભાગે મારમારીને ઇજા કરેલ છે જ્યારે આરોપી રાયધનભાઈએ બાબુભાઈને બેઝ બોલના ધોકા વડે ડાબા હાથના પંજામાં માર મારીને ઇજા કરેલ છે અને નજમાબેન તથા અમીનાબેન લાકડાના ધોકા વડે વિજયભાઈને માથામાં માર મારીને ઈજા કરેલ હતી તો લતીફે સાહે મહેશભાઈને લાકડાના ધોકાથી માર માર્યો હતો અને નવાબ તથા જાવેદ મેમણે ધારિયા વડે મૂઢમાર મારીને ફરિયાદી તથા બાબુભાઈને ઇજાઓ કરી હતી તેમજ ફરિયાદીના ઘરના બારણા, રિક્ષા અને બાઈકમાં તોડફોડ કરીને નુકશાની કરેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી વીસીપરા વાડી વિસ્તારમાં રહેતા દાઉદભાઈ ઉમરભાઈ જામ (44)બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જીગ્નેશ ઉર્ફે કાનો ગોવિંદભાઈ ભરવાડ, વિજય ગોવિંદભાઈ ભરવાડ, મહેશ ગોવિંદભાઈ ભરવાડ અને બાબુ ગોવિંદભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ફરિયાદીએ આરોપી જીગ્નેશ ભરવાડને ઘર સામે ન બેસવા ઠપકો આપેલ હતો અને ત્યારબાદ ફરિયાદી આરોપીના ઘર સામે જતા જીગ્નેશ ભરવાડએ કુહાડી વડે ફરિયાદીને ડાબી આંખની નેણ અને ગાલ ઉપર ઇજા કરી હતી તથા ફરિયાદીના દીકરાને લોખંડનો પાઇપ વાસાના ભાગે મારમારીને ઇજા કરવામાં આવી હતી જ્યારે વિજયએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને માથાના ભાગે મારમારીને ઇજા કરી હતી તો મહેશ ભરવાડએ રાયધનને તલવાર વડે માથાના ભાગે મારમારીને હેમરાજ જેવી ઈજા કરે છે અને ધોકા વડે શરીરે આડેધડ મારવામાં આવ્યો હતો અને બાબુ ભરવાડે સાહે નજમાબેનને કુહાડી વડે ડાબા હાથે તથા વાસના ભાગે અને અમીનાબેન ને કુહાડી વડે કાન અને માથાના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.






Latest News