માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ઇજા પામેલ યુવાનનું મોત


SHARE











મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ઇજા પામેલ યુવાનનું મોત

મોરબીના બેલા ગામ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રાહદારી યુવાનને અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેને સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલી યુનિવર્સલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો રાજેશ કલ્યાણસિંહ (32) નામનો યુવાન બેલા ગામ નજીકથી પગપાળા પસાર થઈ રહ્યો હતો દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રાજેશને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી

વૃદ્ધા સારવારમાં

મોરબીના ખરેડા ગામે રહેતા કસ્તુરબેન ઈશ્વરભાઈ ચાડમીયા (62) નામના વૃદ્ધા ગામના તળાવ પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થતા હતા ત્યારે બાઈક સ્લીપ થતાં અકસ્માત થયો હતો જેમાં વૃદ્ધાને ઈજા થહોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરેલ છે

બાળક સારવારમાં

મોરબીના ઉંચી માંડલ ગામ પાસે ઝૂંપડા નજીક રહેતો કિશન રાજભાઈ (15) નામનો સગીર કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News