મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મારું વૃક્ષ, મારું ગૌરવ: હળવદના જુના અમરાપર ગામની શાળાનું નવતર અભિયાન


SHARE









મારું વૃક્ષ, મારું ગૌરવ: હળવદના જુના અમરાપર ગામની શાળાનું નવતર અભિયાન

હળવદના જુના અમરાપર ગામની શાળાએ "મારું વૃક્ષ, મારું ગૌરવ" અભિયાનનો શુભારંભ કર્યો છે અને આ અભિયાન અંતર્ગત, વિધાથીર્ઓને વૃક્ષારોપણ કરવા અને રોપેલા વૃક્ષોની જવાબદારીપૂર્વક સંભાળ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. જેથી દરેક વૃક્ષ માત્ર એક છોડ નહીં, પરંતુ એક ગર્વ અને ભવિષ્યની આશાનું પ્રતિક બની રહે છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ બાળકોને પ્રકૃતિ સાથે જોડવાનો અને પર્યાવરણ પ્રત્યે તેમની જવાબદારીનું ભાન કરાવવાનો છે. ત્યારે ગામના સરપંચ જેસીંગભાઈ ટાંકએ જણાવ્યું કે "આપણા સૌની નૈતિક ફરજ છે કે આપણે આવનારી પેઢી માટે સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ પૂરું પાડીએ. 'મારું વૃક્ષ, મારું ગૌરવ' અભિયાન એ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ વૃક્ષારોપણ શાળા અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકો, તલાટી કમ મંત્રી, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ ભાગ લીધો હતો. તેવી માહિતી શાળાના આચાર્યએ આપેલ છે.




Latest News