મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી OSEM CBSE સ્કુલ ખાતે જીલ્લા કક્ષાની CBSE STEM DLD ટ્રેનિંગ યોજાઈ


SHARE









મોરબી OSEM CBSE સ્કુલ ખાતે જીલ્લા કક્ષાની CBSE STEM DLD ટ્રેનિંગ યોજાઈ

શિક્ષણ ક્ષેત્રે આવતા અવનવા પરિવર્તનો ને આધીન CBSE બોર્ડ દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો દેશ ની વિવિધ CBSE સ્કુલ માટે યોજવામાં આવતા હોય છે, ત્યારે મોરબી ની OSEM CBSE સ્કુલ ખાતે મોરબી જીલ્લા ની CBSE સ્કુલ ના શિક્ષકો માટે CBSE STEM DLD ટ્રેનિંગ નુ આયોજન મોરબી જીલ્લા CBSE તાલીમ સંયોજક તથા OSEM સ્કુલ ના પ્રિન્સિપાલ દીપા શર્મા મેડમ ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતુ, જેમાં મોરબી જીલ્લા ની વિવિધ CBSE સ્કુલ ના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટ્રેનિંગ માં NEP 2020 મુજબ દૈનિક શિક્ષણ પ્રથાઓમાં STEM ને એકીકૃત કરવા પર કેન્દ્રીત હતુ. ટ્રેનિંગનું સફળ સંચાલન નિષ્ણાંત ટ્રેનર સુધા શાહ દ્વારા કરવામાં આવ્યુ હતુ.આ ટ્રેનિંગ માં વર્ગખંડ માં શિક્ષણની ગુણવતા કઈ રીતે વધારવી, શીખવાની પધ્ધતિમાં નવીનતાને પ્રોત્સાહન આપવુ તેમજ વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ સહીતની બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.CBSE બોર્ડ દ્વારા આયોજીત જીલ્લા કક્ષાની ટ્રેનિંગ ના સફળ આયોજન તેમજ ટ્રેનિંગ માં ઉત્સાહભેર ભાગ લેનાર તમામ શિક્ષકોને OSEM CBSE સ્કુલ ના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા સહીતનાઓએ શુભકામનાઓ પાઠવી હતી. તેવી માહિતી નિર્મિત કક્કડ દ્વારા આપવામાં આવેલ છે.




Latest News