મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના સરધારકા ગામે પ્રેમીની સાથે રહેતી પરિણીત મહિલાએ દીકરાને ઝેરી દવા પીવડાવીને પોતે પણ ઝેરી દવા ગટગટાવી: મહિલાનું મોત, બાળક સારવારમાં


SHARE







વાંકાનેરના સરધારકા ગામે પ્રેમીની સાથે રહેતી પરિણીત મહિલાએ દીકરાને ઝેરી દવા પીવડાવીને પોતે પણ ઝેરી દવા ગટગટાવી: મહિલાનું મોત, બાળક સારવારમાં

વાંકાનેરના સરધારકા ગામે વાડી વિસ્તારમાં યુવાન સામે પત્નીની જેમ રહેતી મહિલાને દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો જેથી તે મહિલાએ પોતાના ત્રણ વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી હતી અને તે પોતે પણ ઝેરી દવા પી ગયેલ હતી જેથી તે મહિલાનું મોત નીપજયું છે. જો કે, બાળક હાલમાં સારવાર હેઠળ છે જો કે, મૃતક મહિલાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા જે શખ્સની સાથે રહેતી હતી તેની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામે રહેતા રસાભાઈ વેલાભાઈ ડાભી (45)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમેશ ધરમશીભાઈ ધરજીયા રહે. ગાંગીયાવદર તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના સરધારકા ગામે વાડી વિસ્તારમાં અશોકભા દરબારની વાડીએ આરોપી ફરિયાદીની દિકરી સુખુબેન ઉર્ફે ભાવુબેન (27)ને તેની પત્ની તરીકે સાથે રાખતો હતો અને ફરિયાદીની દીકરી સાથે ઝઘડો કરીને તેને દુઃખ ત્રાસ આપતો હતો જેથી ફરિયાદીની દીકરીએ પોતે ઝેરી દવા પી લીધી હતી અને તેના ત્રણ વર્ષના દીકરા કાર્તિકને પણ ઝેરી દવા પીવડાવી હતી જેથી સુખુબેનનું મોત નીપજ્યું હતું અને કાર્તિકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઈકની ચોરી

મોરબી શહેરના જુના મહાજન ચોક પાસે આવેલ નીલકંઠ પ્લાઝા નજીક બક્ષી શેરી ખાતે રહેતા હાર્દિકભાઈ જનકરાઈ જાની (33) નામના યુવાને પોતાનું બાઈક નંબર જીજે 3 ઈડી 5135 ને પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી 50,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 






Latest News