અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગ માટે જાહેરનામું પ્રસિદ્ધ


SHARE









મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગ માટે જાહેરનામું પ્રસિદ્ધ

મોરબીમાં સુધારા શેરીમાં ફાયર બ્રિગેડ તેમજ શાળા આવેલ છે જેથી ટ્રાફિક ન થાય તેના માટે વન સાઈડ પાર્કિંગ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને એકી તારીખે રોડની ડાબી બાજુએ અને બેકી તારીખે રોડની જમણી બાજુએ પાર્કિંગ કરવાનું રહેશે.

મોરબીની સુધારા વાળી શેરી, સરદાર રોડમાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ વિભાગ ઉપરાંત બે બેંક, સમાજવાડી, સ્કૂલ અને જથ્થાબંધ સામાનના વિક્રેતા આવેલા હોવાથી નાના-મોટા વાહનો રોડની બંને બાજુ અવ્યવસ્થિત પાર્કિંગ કરતા હોવાથી આગ કે અકસ્માત અને રેસ્ક્યુકોલ સમયે ફાયર બ્રિગેડના વાહનોને જવામાં અવરોધ થાય અને ઘટના સ્થળે પહોંચવામાં વિલંબ થતો હોવાથી સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગ સુવિધા કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર સુધારા શેરી સરદાર રોડ પર નાના-મોટા વાહનોનું પાર્કિંગ મહિનાની એકી તારીખ દરમિયાન રોડની ડાબી બાજુએ તથા મહિનાની બેકી તારીખ દરમિયાન રોડની જમણી બાજુએ કરવાનું રહેશે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) હેઠળ સહાય મેળવતા મોરબી શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે, યોજના હેઠળ સહાય મેળવનાર લાભાર્થીઓએ દર વર્ષે હયાતીની ખરાઈ કરવાની હોય છે. શહેરી વિસ્તારના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવા માટે મોરબી શહેર મામલતદાર કચેરી, એન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ ખાતે હયાતીની ખરાઈ કરાવવા જરૂરી આધાર પુરાવા જેવા કે, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના સહાયના હુકમની નકલ, ઓળખકાર્ડ તરીકે આધારકાર્ડની નકલ તેમજ બેંક પાસબુક સાથે તા.૩૦/૭/૨૦૨૫ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવા મોરબી મામલતદાર શહેરની યાદીમાં જણાવાયું છે.




Latest News