માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં શાંતાબેન પરમાર સહિત બે આરોપીની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ


SHARE













મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં શાંતાબેન પરમાર સહિત બે આરોપીની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ

મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડની તપાસ હાલમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે તેવામાં આ ગુનામાં મુખ્ય મહિલા આરોપી સહિત કુલ બે આરોપીને પકડવામાં આવેલ છે અને આ આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે અને જે બે આરોપીને પકડવામાં આવેલ છે તેમાંથી એક આરોપીનો કૌભાંડમાં મુખ્ય રોલ છે જયારે બીજા આરોપીની ભૂમિકા મુખ્ય મહિલા આરોપીના ઘર સુધી પહોચવાથી લઈને બેંકમાં એકાઉન્ટ ઓપન કરવા સુધીની અને મહત્વનો બોગસ સરકારી પુરાવો ઊભો કરવાની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેથી પ્રારંભથી જ આ આરોપીઓનો મહત્વનો રોલ હોય તેવું દેખાઈ રહ્યું છે.

મોરબીના વજેપર ગામે આવેલ સર્વે નંબર 602 વાળી જમીનનું કૌભાંડ કરીને બારોબાર પચાવી પાડવા માટેનો માસ્ટર પ્લાન બનાવવામાં આવેલ હતો જો કે, તેમાં આરોપી કોણ કોણ છે તેને લઈને હજુ ઘણી અવઢવ ચાલી રહી છે તેવામાં માર્ચ-૨૦૨૫ માં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખાતે શાંતાબેન પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયા સામે ફરિયાદ નોંધાયેલ હતી આ ગુનામાં સીઆઇડીની ટિમ દ્વારા અગાઉ બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને તેના રિમાન્ડ પૂરા થતાં તે બંનેને જેલ હવાલે કરવામાં આવેલ છે.

આ ગુનામાં અન્ય લોકોની પણ સંડોવણી હોય આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં સીઆઇડીના ડીવાયએસપી આર.એસ. પટેલ અને તેની ટીમે આ ગુનામાં મુખ્ય મહિલા આરોપી શાંતાબેન મનજીભાઇ પરમાર (70) રહે. લાભનગર વેજીટેબલ રોડ મોરબી અને સાગર નવઘણભાઇ સાવધાર રબારી (39) રહે. રબારીવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. અત્રે ઉલેખનીય છે કે અગાઉ આ ગુનામાં પોલીસે હેતલબેન ભોરણિયા અને ભરતભાઇ દેગામા નામના બે આરોપીની ધરપકડ કરી હતી.

હાલમાં સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ જે મુખ્ય મહિલા આરોપી શાંતાબેન પરમારની ધરપકડ કરી છે તેના નામે ફરિયાદીની જમીન કરવામાં આવી હતી અને તેના માટે બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરવામાં આવ્યા હતા જો કે, તે મહિલા અજ્ઞાની હોવાથી આ બોગસ દસ્તાવેજ કોણે બનાવ્યા અથવા તો બોગસ દસ્તાવેજ બનાવવા માટે કોણે મદદ કરી હતી તે સૌથી મોટો સવાલ હાલમાં સીઆઇડી સામે ઊભો છે અને સાગર રબારી નામના જે આરોપીને પકડવામાં આવેલ છે તે આરોપીએ મુખ્ય મહિલા આરોપીના ઘર સુધી જઈને તેનો સંપર્ક કર્યો હતો અને આટલું જ નહીં શાંતાબેનનું જે બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું તે ઓપન કરાવવામાં અને શાંતાબેનનું જે બોગસ પાન કાર્ડ બનાવવામાં આવ્યું છે તે બંને કામમાં સાગરની મહત્વની ભૂમિકા હતી તેવું ચર્ચાઇ રહ્યું છે.

અત્રે ઉલેખનીય છે કે, આ ગુનામાં હજુ ઘણા આરોપીઓને પકડવાના બાકી છે જેથી કરીને આ ગુનાની તપાસ કરી રહેલા સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ.પટેલ અને તેની ટીમો જુદીજુદી દિશામાં તપાસ કરી રહી છે. ત્યારે જમીનના મૂળ માલિકની જાણ બહાર અંદાજે 35 કરોડની કિંમતી જમીન હડપ કરવા માટેના ન માત્ર મોરબી પરંતુ ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા આ કૌભાંડમાં આગામી દિવસોમાં કોણ કોણ આરોપી બને છે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.






Latest News