મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામે વેપારી પાસેથી 3.50 લાખની લૂંટ કરનાર આરોપીની રોકડ રકમ સાથે ધરપકડ


SHARE









મોરબીના સનાળા ગામે વેપારી પાસેથી 3.50 લાખની લૂંટ કરનાર આરોપીની રોકડ રકમ સાથે ધરપકડ

મોરબીના શનાળા શાનલા ગામે વેપારી સાથે ઝપાઝપી કરીને રોકડા રૂપિયા સાડા ત્રણ લાખની લૂંટ કરવામાં આવી હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હતી અને આ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે મોરબી એલસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી રોકડ રૂપિયા ૩.૫૦ લાખ કબ્જે કરેલ છે. અને આરોપીને એ ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીના સનાળા ગામે રહેતા ઘનશ્યામભાઈ થોભણભાઈ સુરાણી (47)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ વેલજીભાઈ રબારી રહે. સનાળા વાળાની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તે પોતાની દુકાનેથી મંગળવારે ઘરે જતાં હતા ત્યારે તેના ધંધા માટે રૂપિયાની જરૂર હતી જેથી 4 લાખ રૂપિયા લીધેલા હતા જેમાંથી બજરંગ પાન વાળા કેતનભાઇને તેઓએ 30,000 રૂપિયા આપ્યા હતા અને 20,000 રૂપિયા પોતાના ખિસ્સામાં રાખ્યા હતા જોકે, સાડા ત્રણ લાખ રૂપિયા થેલામાં હતા જે થેલાની લૂંટ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ વેપારીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટિમ આરોપીને પકડવા માટેની તજવીજ કરી રહી હતી તેવામાં પોલીસે આરોપી વિશાલ વેલજીભાઇ આલ (૨૫) રહે, શનાળા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી લૂંટમાં ગયેલ ૩.૫૦ લાખ કબ્જે કર્યા છે અને આરોપીને એ ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ કરવામાં આવી હતી.




Latest News