મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં 50 રૂપિયા આપવાની ના કહેતા રિક્ષા ચાલક યુવાન ઉપર છરી વડે હુમલો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE









મોરબીમાં 50 રૂપિયા આપવાની ના કહેતા રિક્ષા ચાલક યુવાન ઉપર છરી વડે હુમલો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના ઇન્દિરાનગરમાં રહેતો યુવાને રિક્ષા ચલાવતો હોય માળિયા ફાટક ચોકડી પાસે રીક્ષા લઈને ઉભો હતો ત્યારે રિક્ષા ચલાવતો અન્ય વ્યક્તિ તેની પાસે આવ્યો હતો અને યુવાન પાસે 50 માંગ્યા હતા જે રૂપિયા આપવાની યુવાને ના પાડતા તે બાબતનો અને પેસેન્જર પાસેથી ઓછા વધતાં ભાડા લેવા બાબતનો ખાર રાખીને યુવાનને ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હટયો અને ત્યાર બાદ છરી વડે હુમલો કરીને તેને દાઢીના ભાગે છરીનો ઘા માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ન્દિરાનગર વિસ્તાઇરમાં રહેતા અને સીએનજી રીક્ષા ચલાવવાનું કામ કરતા રણછોડભાઈ દેવજીભાઈ પરમાર (28) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અબ્બાસભાઈ અલારખાભાઈ મોવર રહે.ટિંબડીના પાટીયા પાસે મોરબી સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તે રિક્ષા લઈને માળિયા ફાટક ચોકડી પાસે આવેલ વડવાળા ચાની કેબીન પાસે હતો ત્યારે આરોપી તેના ભાઈ ઈમરાનની સીએનજી રીક્ષા લઈને ત્યાં આવ્યો હતો અને આરોપીનો ભાણેજ સબીર પણ સીએનજી રીક્ષા ચલાવતો હોય તે પણ ત્યાં હતો ત્યારે આરોપીએ ફરિયાદી પાસેથી 50 રૂપિયા માંગ્યા હતા જે રૂપિયા આપવાની ફરિયાદીએ ના પાડી હતી જેથી તે બાબતનો તથા પેસેન્જરના ઓછા વધતા ભાડા લેવા બાબતનો ખાર રાખીને આએ ફરોપીરિયાદીને ગાળો આપીને છરી વડે હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદીને દાઢીના ભાગે છરીનો એક ઘા માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ જાહેરમાં ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આરે પોધાલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News